Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે

પેટ્રોલ અને ડીઝલ

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી ૧૪ નવેમ્બરથી ૨૯ નવેમ્બર સુધી ઉગ્ર આંદોલન કરશે. કોંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, અમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સામે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ, ૧૪ નવેમ્બરથી ૨૯ નવેમ્બર સુધી અમે સરકાર વિરુદ્ધ મોટા પાયે અભિયાન ચલાવીશું. ૧૪ થી ૨૯ નવેમ્બર સુધી કોંગ્રેસના નેતાઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં પદયાત્રા કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, આ ૧૫ દિવસો દરમિયાન એક અઠવાડિયામાં સમગ્ર કોંગ્રેસ સમિતિઓ પણ દેશભરમાં પોતપોતાના વિસ્તારોમાં ’પદયાત્રા’ કરશે. જે દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

પી ચિદમ્બરમે જણાવ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંકના સૂચન મુજબ ટેક્સ ઘટાડવો જોઈએ

ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ચૈન્નાઈમાં જણાવ્યું હતું કે, “તે માત્ર સરકારનો લોભ છે, જેમણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આટલો વધારો કર્યો છે. તેથી જ આરબીઆઇકહે છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા પર આટલો ભાર છે. આરબીઆઇ સરકારને કહી રહી છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવે.

Other News : જમ્મુ કાશ્મીરની શાંતિમાં ખલેલ પહોંચાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે : અમિત શાહ

Related posts

કોરોનાના જંગમાંઃ એલઆઇસીએ પીએમ કેર ફંડમાં ૧૦૫ કરોડ આપ્યા…

Charotar Sandesh

કોરોના અને ઓમિક્રોનના કેસ મુદ્દે ભારતે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ : ડો. ગુલેરિયા

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવનારા મુસાફરોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ…

Charotar Sandesh