Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ટાઉનહોલ ખાતે ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે‍ કોરોના વોરીયર્સનું સન્માન કરાશે

ગૃહરાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા
પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી – સૌના વિકાસના રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે નવ દિવસીય જનસેવા યજ્ઞના આજે સાતમા દિવસે સોજિત્રા ખાતે ગૌરવ દિવસ કાર્યક્રમ યોજાશે
ગૃહરાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્‍થિતિ ગૌરવ દિવસના કાર્યક્રમ બાદ ગૃહ રાજય મંત્રી શ્રી આણંદ ખાતે જિલ્‍લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કોરોના વોરિયર્સનું સન્‍માન તેમજ શી-ટીમને ફલેગ ઓફ, સીંગલ વિન્‍ડો-હેલ્‍પ ડેસ્કનું ઉદ્દઘાટન

આણંદ : મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની સરકારના
સુશાસનના પાંચ વર્ષ નિમિતે નવ દિવસીય જનસેવા યજ્ઞના પાંચમા દિવસે એટલે કે આજે તા. ૭/૮/૨૦૨૧ના રોજ રાજય વ્‍યાપી ગૌરવ દિન કાર્યક્રમ અંતર્ગત સવારના ૧૦-૦૦ કલાકે આણંદના સોજિત્રાની કૈલાસ ટોકીઝ ખાતે વિકાસ દિવસનો કાર્યક્રમ ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાશે.

સોજિત્રા ખાતે યોજાયેલ કાર્યક્રમ બાદ ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આણંદ ખાતેની જિલ્‍લા પોલીસ વડાની કચેરી ખાતે બપોરના ર-૧૫ કલાકે આવી પહોંચશે જયાં તેઓશ્રી શી ટીમ (SHE TEAM) નું ફલેગ ઓફ અને સીંગલ વિન્‍ડો-હેલ્‍પ ડેસ્‍કનું ઉદ્દઘાટન કર્યા બાદ કોરોના વોરિયર્સનું સન્‍માન કરશે અને જિલ્‍લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ સાથે અને ઊર્જા વિભાગની કામગીરીની સમીક્ષા કરશે. આ બેઠક પૂર્ણ થયા બાદ ગૃહ રાજય મંત્રીશ્રી પત્રકાર મિત્રોને મળશે.

ત્‍યારબાદ ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આણંદ ટાઉનહોલ ખાતે બપોરના ૪-૦૦ કલાકે આરોગ્‍ય સુખાકારી દિવસ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમા હાજરી આપશે જયાં શ્રેષ્‍ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સને સન્‍માનિત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયેથી આણંદની સિવિલ હોસ્‍પિટલ ખાતે પી.એસ.એ. (પ્રેસર સ્‍વીંગ એબ્‍સોર્બ્‍શન) પ્‍લાન્‍ટની સ્‍થળ મુલાકાત લઇ ગાંધીનગર જવા રવાના થશે.

Other News : રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે વિરસદ ખાતે ‘કિસાન સન્માન દિવસ’ કાર્યક્રમ યોજાયેલ

Related posts

વડતાલધામમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો ૧૯૭મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

Charotar Sandesh

આણંદ : જિલ્લા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઇ…

Charotar Sandesh

આણંદમાં લોકલ સંક્રમણ વધતાં જિલ્લા પોલિસ સતર્ક : હવે થોડી પણ ઢીલ જોખમી…

Charotar Sandesh