Charotar Sandesh
બોલિવૂડ

ક્રૂઝ ડ્રગ્સ કેસ : આર્યનને રાહત નહિ, કસ્ટડી ૭ ઓક્ટોબર સુધી વધી

આર્યન ખાન

આર્યન ખાન ૨૦ વર્ષની ઉંમરથી ડ્રગ્સ લેતો હોવાની વાત સામે આવી

એનસીબીએ ૧૧ ઓક્ટોબર સુધીના રિમાન્ડની માંગ કરી હતી જે કોર્ટે ફગાવી ૭ ઓક્ટોબર સુધી માન્ય રાખી

મુંબઇ : NCB એ ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી કેસમાં કોર્ટમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત તમામ આરોપીઓના ૧૧ ઓક્ટોબર સુધીના રિમાન્ડની માંગણી કરી હતી, જ્યારે કોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચાને ૭ ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

NCB એ જણાવ્યું હતું કે, તેના ફોનમાં ફોટોગ્રાફ્સના રૂપમાં ચોંકાવનારી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. એનસીબીએ ૧૧મી સુધી વધુ કસ્ટડીની માંગણી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આર્યનના ફોનમાંથી પિક્ચર્સ ચેટના સ્વરૂપમાં ઘણી લિંક્સ મળી આવી છે, જે આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ તરફ ઈશારો કરે છે.

NCB કહ્યું કે, ચેટમાં ઘણા કોડ નામો મળી આવ્યા છે અને તેમને શોધવા માટે કસ્ટડીની જરૂર પડશે. દ્ગઝ્રમ્એ આગળ કહ્યું કે, લિંક્સ અને નેક્સસને ઉજાગર કરવા માટે કસ્ટડી જરૂરી છે. ડ્રગ્સ સ્મગલર્સ સાથે વોટ્‌સએપ પર વાંધાજનક ચેટ કરવામાં આવી રહી છે. આ કેસમાં હજુ પણ દરોડા ચાલુ છે.

આર્યન ખાન તરફથી હાજર રહેલા એડવોકેટ સતીશ માનેશિંદેએ કહ્યું હતું કે, મારા ક્લાયન્ટ પાસેથી કોઈ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો નથી. જો મારા અસીલને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે NCB દ્વારા તપાસમાં જોડાવા માટે ઉપલબ્ધ રહેશે.

NCB એ તરફથી હાજર રહેલા એડવોકેટ MD અનિલ સિંહનું કહેવું હતું કે, આરોપી આર્યન ખાનને જહાજ પર આમંત્રણ આપવામાં આવ્યું હતું, તે ત્યાં ડ્રગ્સ સાથે પકડાયેલા લોકોમાં હાજર હતો. તે અને અન્ય લોકો વચ્ચે નશીલી દવાઓ અંગે વાતચીત થઇ રહી હતી. છજીય્ અનિલ સિંહનું કહેવું છે કે, આ બધી બાબતોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

Related News : ડ્રગ કેસમાં આર્યનની ધરપકડ થતાં સલમાન ખાને શાહરુખ ખાન સાથે મુલાકાત કરી

Related posts

અનુષ્કા શર્માના પ્રોડક્શનની ‘પાતાલ લોક’ રીલિઝ થઈ…

Charotar Sandesh

ફિલ્મ આદિપુરુષ પર અયોધ્યાના મુખ્ય પૂજારી ભડક્યા, ફિલ્મને તાત્કાલિક બેન કરવા જણાવ્યું, જુઓ વિગત

Charotar Sandesh

વીકી કૌશલ અશ્વત્થામાનું પાત્ર ભજવશે

Charotar Sandesh