Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો

સાયબર ક્રાઈમ પોલીસ

આણંદ : જિલ્લાના નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અંગે જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદના પોલીસ ઇન્સપેક્ટરશ્રી સી.પી.ચૌધરીના માર્ગદશન હેઠળ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્રારા સ્વાશ્રયી મહિલા સેવા સંઘ, આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ASI મુસ્તકીમ મલેક દ્વારા સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત માહિતી આપવામાં ઉપરાંત સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું

આ પ્રસંગે ટી.રા.એ.આઈ. ના અધિકારીશ્રી ચાંડક, શ્રી ગર્ગ, શ્રી અમીત પ્રકાશ તથા જિઓ, વોડાફોન-આઈડિયા, એરટેલ, અને બી.એસ.એન.એલ.ના પ્રતિનિધીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલા સેવા સંઘના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Other News : ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા

Related posts

આણંદ પંથકમાં શાસક-વિપક્ષના રાજના પગલે વિકાસને લુણો : દુરસ્ત માર્ગોથી પ્રજાને હાલાકી…

Charotar Sandesh

આણંદમાં આકાશે દેખાયો અદ્‌ભૂત નજારો : સૂર્યની આસપાસ રહસ્યમય મેઘધનુષ્યની વીંટી સર્જાઈ…

Charotar Sandesh

સાવધાન : આણંદ-તારાપુરમાં ગરબા જોવા ગયેલ પરિવારના ઘરમાંથી ૩.૭૬ લાખની ચોરી થતા ચકચાર

Charotar Sandesh