Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં આભ ફાટ્યું : એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાં ૧૮ ઈંચ જેટલો વરસાદ : શાળા-કોલેજો બંધ

અમદાવાદમાં વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં તા. ૧૧ થી ૧૫ તારિખ સુધી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત કચ્છ-સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં રવિવારે બપોર બાદ આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, શહેરમાં સતત પડેલ ભારે વરસાદથી ઠેર-ઠેર રસ્તાઓ-નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

એલિસબ્રિજ સહિત આશ્રમ રોડ વિસ્તારમાં સવારે ચાર વાગ્યા સુધી ૧૮ ઈંચ જેટલો વરસાદ (rain) ખાબક્યો છે, જેને લઈ બેજમેન્ટમાં ગાડીઓ પાણીમાં ગરકાવ અને નિચાણવાળા ઘરોમાં પાણી દ્રશ્યમાન થઈ રહ્યા છે. ભારે વરસાદને લઈ આજે શાળા-કોલેજો બંધ રાખવા આદેશ કરાયો છે.

જિલ્લા કલેકટરો સાથે બેઠક કરીને મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી

અમદવાદમાં રવિવારે સાંજે ૭ વાગ્યા બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદના લીધે કમિશનર લોચન સહેરા, ડે. કમિશનર રમેશ મેરજા સહિત સીટી ઈજનેર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, મુખ્ય કંટ્રોલરૂમમાં પહોંચેલ જ્યાં વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી અધિકારીઓ કર્મચારીઓને જરૂરી સૂચના આપેલ.

રાજ્યના ઘણા તાલુકાઓમાં ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઈમરજન્સી બેઠક બોલાવી, હજુ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે દ્ગડ્ઢઇહ્લની ૧૩ ટીમ તેમજ જીડ્ઢઇહ્લની ૧૬ પ્લાટુન હાલ તૈનાત કરાઈ છે.

Other News : આણંદ-ખેડા જિલ્લાના તાલુકાઓમાં ફરી આ તારિખ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ

Related posts

ગુજરાતમાં કોરોના અંત તરફ, ૯ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિ : રિકવરી રેટ ૯૭.૬૬ ટકા…

Charotar Sandesh

રાજકોટમાં કોરોનામાં વપરાતા ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ, બેની ધરપકડ…

Charotar Sandesh

શાળાનો અનોખો પ્રયાસ, દરેક પરીક્ષાર્થીને માસ્ક અને સેનેટાઇઝર આપ્યાં…

Charotar Sandesh