Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

યુએસ-કેનેડા બોર્ડર ઉપર મોતની ઘટના : ૧૦ દિવસ પહેલાં પુત્ર કેનેડા જવાનું કહી નીકળ્યો હતો : પટેલ પરિવાર

યુએસ-કેનેડા બોર્ડર

ગાંધીનગર : કેેનેડા-યુએસ બોર્ડર ઉપર પટેલ પરિવાર સાથે બનેલ ઘટનાને લઈ ગુજરાતમાં ચકચાર મચી છે.

કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે

ત્યારે કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ ૩૫ ડીગ્રી ઠંડીમાં થીજી જતાં ૪ મૃતદેહ મળ્યા હતા અને આ ગુજરાતનો પટેલ પરિવાર હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતો. તેમનો પરિવાર ૪ દિવસથી ગુમ છે, પુત્ર ૧૦ દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના અન્ય સભ્ય સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમે એમ્બેસીમાં સંપર્ક કરી રહ્યા છે. સોમવારે હકીકત જાણવા મળશે. રોયલ માઉન્ટેન પોલીસને ત્રણ મૃતદેહ બરફ નીચેથી મળ્યા હતા. જ્યાં વધુ તપાસ કરતાં વધુ એક મૃતદેહ પણ મળ્યો હતો.

આ ચારેય મૃતદેહો મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો. તે સાત જેટલા શખસને બોર્ડર ક્રોસ કરાવવામાં સામેલ હોવાની સંભાવના વર્તાઈ રહી છે. બીજી તરફ, આ સમગ્ર મુદ્દે ભારતના વિદેશમંત્રીએ અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી હતી. જેઓ ઉત્તર ગુજરાતનો પટેલ પરિવાર હોવાની પ્રાથમિક વિગત બહાર આવી હતી.

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશભાઈ બળદેવભાઈ પટેલ (ઉ. ૩૫) અને તેમના પત્ની વૈશાલીબેન (ઉ. ૩૩), પુત્રી વિહંગા(ગોપી) (ઉ. ૧૨) અને પુત્ર ધાર્મિક (ઉ. ૩) દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. જેઓ કલોલ ગ્રીન સિટી ખાતે રહેતા હતા. હમણાં જ બે મહિના અગાઉ મકાનનું રિનોવેશન કરાવીને રહેવા માટે આવ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.

Other News : કાળા કાચ લગાવી પુયીસી વગરની કાર ફેરવવી પોલિસકર્મીને ભારે પડી : જાગૃત નાગરિકે કાયદાનું ભાન કરાવ્યું

Related posts

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh

વાઘોડીયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ કોઈ પગલાં નહીં લે : ડીજીપી

Charotar Sandesh

રાજ્યના આ શહેરમાં શાળા ખુલતા જ વિદ્યાર્થી કોરોના પોઝીટીવ : શાળા બંધ કરાવાઈ

Charotar Sandesh