Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-ઉમરેઠ-કરમસદ-ખંભાતના આ કેટલાંક વિસ્‍તારોને નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર, જાણો

નિયંત્રિત વિસ્‍તાર

નિયંત્રિત વિસ્‍તારમાં અવર-જવર કરવા પ્રતિબંધ

આણંદ : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જેને અનુલક્ષીને કેન્દ્ર-રાજય સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે.

આણંદ તાલુકાના આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ (૧) મારૂતિ સનિલ, રાજોડપુરા (કુલ-૪ મકાન), (ર) સી-૨૬ ગંગદેવનગર, નાની ખોડિયાર, આણંદ (કુલ-૪ મકાન), (૩) શયોલા હાઇટ, લાંભવેલ રોડ, આણંદ (કુલ-પ મકાન), (૪) યોગેશ્વર સોસાયટી, મંગળપરુા, આણંદ (કુલ-ર મકાન), (૫) દેસાઇ કોમ્પલેક્ષ સામે, ગોકુલવાડી સામે, આણંદ (કુલ-પ મકાન), (૬) એફ-૩, શાલીગ્રામ સપ્તરીષિ સોસાયટી, સિવિલ કોર્ટ રોડ, આણંદ (કુલ-ર મકાન), (૭) ૬૦૧ અંબે જયોત ફલેટ, ચિખોદરા ઓવરબ્રીજ પાસે, રૂપાપુરા, વીટીસી, આણંદ (કુલ-૪ મકાન).

કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ (૧) ૧, કૃપાલુ, બળિયાદેવ મંદિર પાછળ, કરમસદ (કુલ-૧ મકાન), (૨) સાહેબ બંગ્લો, કરમસદ (કુલ-૧ મકાન), (૩) અર્થ હાઇટસ, કરમસદ (કુલ-૧ મકાન), (૪) ડી-૩, ૨૬, ડૉકટર કવાર્ટર, શ્રી ક્રિશ્ના હોસ્પિટલ પાસે, કરમસદ (કુલ-૧ મકાન), (૫) ૨૦, પટેલ સોસાયટી, પ્રોફેસર સોસાયટી પાસે, કરમસદ (કુલ-૧ મકાન), બાકરોલ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તીર્થ-ર, બાકરોલ (કુલ-૪ મકાન), જોળ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ૧૮, પાર્થ ટાઉનશીપ, જોળ (કુલ-૯ મકાન), વઘાસી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ સરદાર ચોક, વઘાસી (કુલ-ર મકાન).

ઉમરેઠ તાલુકામાં આવેલ થામણા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વ્યાસ ફળિયુ, દરવાજામાં, થામણા (કુલ-૬ મકાન).

ખંભાત તાલુકામાં આવેલ જહાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ પરબડી ફળિયું, જહાજ (કુલ-૩ મકાન)ના વિસ્તારોને તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. ૧૬/૦૧/૨૦૨૨ સુધી નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

(પ્રતિકાત્મક તસ્વીર)

Related News : એલર્ટ : આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો : આજે કોરોનાના ૧૧૪ કેસ જ્યારે ઓમિક્રોનના ૩ કેસો નોંધાયા

Related posts

વડતાલધામ દ્વારા ૫૦ હજાર જોડી ચપ્પલનું વિતરણ – એક સેવાનું નવું સોપાન…

Charotar Sandesh

પેટલાદ-સોજીત્રા બેઠક ઉપર જુઓ કયા પક્ષ મેદાને અને ઉમેદવારો : ખરાખરીનો જંગ જામશે

Charotar Sandesh

આણંદ તાલુકાના અડાસ ગામમાં યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવક સામે ફરિયાદ નોંધાઈ…

Charotar Sandesh