Charotar Sandesh
ગુજરાત

ધોરણ ૧ થી ૫ના વર્ગો ફરી ઓનલાઈન શરૂ કરવા ગુજરાત વાલીમંડળની માંગ

વાલીમંડળ

અમદાવાદ : શાળા સંચાલકો અને સરકાર બાળકોને શાળાએ મોકલતા પુર્વે વાલીઓ પાસેથી સંમતિપત્ર પણ લઇ લીધું છે. તેથી જો બાળકોને કોરોના થાય તો તે જવાબદારી વાલીની છે અને શાળા અને સરકારે તો આ મુદ્દે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે. તેથી બાળકોના હિતમાં સરકારે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવાની તાતી જરૂરિયાત છે.

જો કે આ દરમ્યાન રાજ્યની અનેક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ક્લાસમાં વિધાર્થીઓની હાજરી પાંખી જોવા મળી રહી છે. તેમજ વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલી કોઇપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. તેવા સમયે સરકારે હાલના સંજોગોમાં ઓફલાઇન ક્લાસ બંધ કરીને વાલીઓ અને વિધાર્થીઓએ કોરોનાના ભયથી મુક્ત કરવા જોઇએ તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.

આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું છે કે રાજ્યના કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોનની એન્ટ્રી થઈ છે. તેમજ લોકો પણ હજુ કોરોનાના પ્રત્યે એટલા સભાન નથી. તેવા સમયે સરકારે ધોરણ ૧થી ૫ના ઓફ લાઇન શરૂ કરેલા વર્ગો ઓનલાઈન શરૂ કરવા જોઇએ. તેમજ અમે તો પહેલીથી જ ધોરણ ૧થી ૫ ના વિધાર્થીના ઓફ લાઇન કલાસના પક્ષમાં ન હતા. તેમજ જો કોરોનાનો ચેપ બાળકોને લાગશે તો મુશ્કેલી વધશે.

તેમજ બાળકોના હિતમાં સરકારે ધો.૧થી ૫ની સ્કૂલો તાત્કાલિક ધોરણે બંધ કરીને ઓનલાઇન શરૂ કરવી જોઇએ.

Other News : નીરજ ચોપડાની અમદાવાદ મુલાકાતને પીએમ મોદીએ ટિ્‌વટમાં વખાણી

Related posts

ધ્વજવંદન વખતે વીજ કરંટથી બે વિદ્યાર્થીનાં કરુણ મોત…

Charotar Sandesh

ગુજરાતમાં વ્યાજખોરીનો ધખતો ધંધો : અમરેલીના લાઠીમાં પોલીસના હાથે ૪ મોટા માથા ઝપટે ચઢ્યા

Charotar Sandesh

રાજકોટમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાર્દિક પટેલ રહેશે હાજર : કેસરિયો ધારણ કરશે કે શું ?

Charotar Sandesh