Charotar Sandesh
ઈન્ડિયા વર્લ્ડ

અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડેન, યુકે પીએમ ઋષિ સુનક સહિત મહાનુભાવોનું ભારતમાં આગમન થયું

અમેરિકાના રાષ્ટ્રપતિ

ન્યુ દિલ્હી : G20 સમિટનું આયોજન દિલ્હીમાં થયેલ, જેથી વિદેશી મહેમાનોના આગમન થઈ રહ્યા છે, પહેલા બ્રિટનના પીએમ ઋષિ સુનક દિલ્હી પહોંચ્યા અને હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત પણ અનેક દેશના મહાનુભાવો આજે દિલ્હી પહોંચ્યા છે.

જી૨૦ સમિટ ૯ અને ૧૦ સપ્ટેમ્બરે થવાની છે. તમામ રાષ્ટ્રાધ્યક્ષ જી૨૦ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. પીએમ મોદી જી૨૦ શિખર સંમેલનમાં અલગ અલગ દેશના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે.

જી૨૦ બેઠક પહેલા પીએમ મોદીએ એક આર્ટિકલમાં જણાવ્યું કે તેનો હેતુ શું છે

જી૨૦ બેઠક વિશે કહ્યું કે આપણે હવે સંગઠનોમાં બહુપક્ષવાદની અવધારણા પર કામ કરવું પડશે. આપણે ગ્લોબલ સાઉથ સાથે જોડાયેલા દેશોના વિકાસ વિશે પણ વિચારવું પડશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમે વસુધૈવ કુટુંબકમની ભાવનામાં વિશ્વાસ રાખીએ છીએ. જેમાં ભાષા કોઈ વિધ્ન નથી. આપણે એક પરિવારની જેમ છીએ જેમાં એકબીજાનો હાથ પકડીને આગળ વધવું પડશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન જી૨૦ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. પીએમ મોદી અને બાઈડેન વચ્ચે થોડીવારમાં દ્વિપક્ષીય મંત્રણા થશે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી કે સિંહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

Other News : ગુજરાતના આ ૯ જિલ્લામાં એલર્ટ જાહેર, આગામી ૪૮ કલાક ખુબ જ ભારે ! ૨૧ રસ્તાઓ બંધ

Related posts

દેશમાં કોરોનાની એન્ટ્રીને ૩૦૦ દિવસ પૂર્ણ : કુલ કેસ ૯૨ લાખને પાર…

Charotar Sandesh

USમાં ચરોતર સહિત ગુજરાતના વ્યવસાયકારો ભૂખ સંકટમાં અમેરિકી નાગરિકોની વ્હારે…

Charotar Sandesh

-૫૦ ડિગ્રીમાં રૂસ રાષ્ટ્રપતિના વિરુદ્ધમાં હજારો લોકો રસ્તા પર, ૩૦૦૦ની ધરપકડ…

Charotar Sandesh