Charotar Sandesh
ગુજરાત

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં માસ્ટર માઈન્ડને પોલીસે ઉઠાવ્યો હોવાની ચર્ચા

ધંધુકામાં કિશન ભરવાડ

ધંધૂકા બાદ બોટાદ, રાણપુરમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો, ગૃહ રાજ્યમંત્રી મૃતકના પરિવારને મળી શકે છે

અમદાવાદ : જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખસોએ કરેલી હત્યાના કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીને ઝડપી લીધા છે.

આ વાતની જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરીને આપી હતી

માહિતી મળી રહી છે કે આ હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ પોલીસે ઉઠાવ્યો છે. જેમાં બે મૌલાનાની આ કેસમાં સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૌલાનાના ઈશારે જ હત્યાને અંજામ અપાયો હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે. જે હથિયારથી કિશન ભરવાડની હત્યા થઈ તેનો પણ ખુલાસો થયો છે. તેમાં મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા. ગઈકાલે પોલીસે ૨ શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. જેમણે યુવક પર ફાયરિંગ કરીને હત્યાને અંજામ અપાયો હતો.

ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે મૃતક કિશનની અંતિમ યાત્રા નીકળી હતી. ઘટનાને પગલે સમગ્ર ધંધૂકામાં ચુસ્ત પોલીસ- બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હત્યાની ઘટના બાદ ધંધૂકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધૂકામાં મૂકવામાં આવ્યા છે.

Other News : ગુજરાતનો યુવાન તક ન મળતા ગેરકાયદેસર અમેરિકા જઈ રહ્યા છે : અર્જુન મોઢવાડિયાનો કટાક્ષ

Related posts

ઉનાળાના પ્રારંભે જ લીંબુના ભાવ આસમાને : કિલોના ૧૦૦ રૂ. થયા…

Charotar Sandesh

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પ્રાચીન શક્તિપીઠ શ્રી બહુચરાજી ખાતે માં બહુચરની પૂજા અર્ચના કરી

Charotar Sandesh

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ફરજિયાત હાજર રહેવા આદેશ, વિદ્યાર્થીઓને નહીં બોલાવાય…

Charotar Sandesh