Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ભગવાનશ્રી સ્વામિનારાયણને અંતર્ધાનલીલાને ૧૯૪ વર્ષ પૂર્ણ થતા ચરોતરના વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ તથા દિવ્યાંગોને વડતાલ મંદિર દ્વારા મહાપ્રસાદનું વિતરણ

ભગવાનશ્રી સ્વામિનારાયણ

વિક્રમસંવત ૧૮૮૬ને જેઠ સુદ દશમના રોજ ભગવાનશ્રી સ્વામિનારાયણે ગઢપુર મધ્યે આલોકમાંથી અંતર્ધાન થઇ સ્વધામ (અક્ષરધામ) પધાર્યા હતા. આ પુણ્ય સ્મૃતિના ઉપલક્ષમાં વડતાલ ટેમ્પલ કમિટી તથા ભક્તો દ્વારા શીવજી રામજી ભંડેરી – રામપરના યજમાન પદે , વડોદરા, ચરોતરના તમામ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, મહિલા આશ્રમ, તથા દિવ્યાંગોને રવિવારે સવારે ૨૫૦૦ ઉપરાંત વ્યક્તિઓને ભોજન મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વડતાલ ગામના ૭૫૦૦ થી વધુ વ્યક્તિઓએ પણ ભોજન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી

વડતાલ મંદિરના પૂ.શ્યામસ્વામીના માર્ગદર્શન હેઠળ ૧૫૦ થી વધુ સ્વયં સંવકોની ટીમ દ્વારા તમામ અનાથઆશ્રમ, વૃદ્ધાશ્રમ તથા દિવ્યાંગોને ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે શ્રીહરિની અંતર્ધાન લીલાને આજે ૧૯૪ વર્ષ પૂર્ણ થયા છે. જેઠ સુદ દશમએ શ્રીહરિનો સ્વધામ ગમનનો દિવસ છે. એટલે તે તિરોધાન તિથિ છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હવે તે શ્રીહરિની અંતર્ધ્યાન લીલા તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીહરિ સંવત ૧૮૮૬ના જેઠસુદ દશમને રોજ ગઢપુર ખાતે મધ્યાનકાળે સ્વધામ પધાર્યા હતા. આજે શ્રીહરિની પુણ્ય સ્મૃતિ હોઇ મંદિરના બ્રહ્મચારીઓ દ્વારા દેવોને વિશેષ શણગાર ધરાવવામાં આવ્યા હતા. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

Other News : શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ

Related posts

આણંદ જિલ્લામાં નશાબંધી પ્રચાર સપ્તાહ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ

Charotar Sandesh

આણંદ શહેરમાં વધુ પ કેસો સાથે જિલ્લામાં કુલ ૧૦ લોકો કોરોનાની ઝપેટમાં : કુલ ૨૭૦ કેસો…

Charotar Sandesh

ખેડા જિલ્લામાં કોરોના કેસો વધીને ૨૦૫ થયા, લોકોમાં વધી ચિંતા…

Charotar Sandesh