આણંદ : ગુજરાતના લોકોની સુખાકારી માટે તેમના પ્રશ્નો-સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થાય તે માટે રાજયમાં ૨૦૦૩ ના વર્ષથી આરંભાયેલા સ્વાગત કાર્યક્રમ હેઠળ હજારો અરજદારોના પ્રશ્નોને નિરાકરણ મળ્યું છે. આણંદ જિલ્લા કલેકટરશ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અરજદારોની રજૂઆતો સાંભળી જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના – માર્ગદર્શન આપ્યુ હતું. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નો લઈને આવેલા ૩૦ અરજદારો પૈકી ૨૫ અરજદારોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ સુખદ નિરાકરણ આવ્યું હતુ.
વધુમાં કલેકટરશ્રીએ અધિકારીઓને અરજદારોના તમામ પ્રશ્નો ઉપર હકારાત્મકતા સાથે કાર્ય કરી, પ્રશ્નો-સમસ્યાઓનું નિવારણ આવે તે રીતે કાર્ય કરવા જણાવ્યું હતુ
આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણકુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, આણંદ શહેરી અને ગ્રામ્ય મામલતદારશ્રી, આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Other News : વડતાલધામમાં દેવ દર્શન માટે મુકાયેલ વિશાળ એલઈડી પર સંતો ભક્તોએ ચંદ્રયાન ૩ નિહાળ્યું