Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં નશાખોર કારચાલકો બેફામ બન્યા : એક દિવસમાં બે ઘટનાઓ : પોલીસની કામગીરી સામે અનેક સવાલો

કારચાલકો બેફામ

આણંદમાં દારૂ મળે છે ક્યાં ? વાહનચાલકો ક્યાંથી પીને આવે છે ? ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓને લઈ સ્થાનિકોમાં અનેક સવાલો સર્જાયા

એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની બે ઘટનાઓ સર્જાવા પામી : નાવલી-અંધારિયા રોડ તેમજ બાકરોલ-વડતાલ રોડ ઉપર ઘટના સર્જાતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

આણંદ : જિલ્લામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની એક અઠવાડિયામાં ત્રણ ઘટનાઓ સર્જાવા પામી છે, જેમાં નશામાં ધૂત વાહનચાલકોએ અન્ય વાહનચાલકોને અડફેટે લેતાં ગંભીર ઘાયલ થવા પામેલ હતા, ત્યારે ગુરૂવારના રોજ બપોર બાદ એક દિવસમાં બે અકસ્માતની ઘટનાઓ નાવલી-અંધારિયા રોડ ઉપર તેમજ બાકરોલ-વડતાલ રોડ ઉપર સર્જાવા પામી છે, આ બનાવોમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડી સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, આણંદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ત્રણ-ત્રણ ઘટનાઓ સામે આવતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલો ઉભા થયા છે, જેમાં આણંદમાં દારૂ મળે છે ક્યા ? વાહનચાલકો દારૂ ક્યાંથી પીને આવે છે ? નશામાં ધૂત વાહનચાલકોને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાવા પામ્યો છે. ત્યારે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આગળ શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું.

Other News : જાહેરનામા : આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા, રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ વન-વે જુઓ વિગત

Related posts

આગામી ૩૧મી જુલાઇએ આણંદમાં ક્ષત્રિય એકતા સ્વભિમાન મહારેલી : જિલ્લા સ્તરનું શકિત પ્રદર્શન કરાશે

Charotar Sandesh

આણંદમાં મોબાઈલ લઈ લેવા બાબતે થયેલ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

Charotar Sandesh

આગામી સપ્તાહમાં ફરીવાર વાસદ ટોલનાકા પર આંદોલનની ચીનગારી સળગે તેવી શકયતાઓ…

Charotar Sandesh