તુર્કી અને સિરિયામાં સોમવાર બાદ હવે મંગળવારે પણ ફરી ભૂકંપના ઝટકા અનુભવાતાં વધુ આફત સર્જાઈ છે, વિનાશક ભૂકંપના ૩ મોટા આંચકા બાદ અનેક શહેરોમાં તબાહી મચી છે, ભુંકપ બાદથી અહીં કાટમાળમાં દટાયેલા મૃતદેહો બહાર કાઢવાનું શરૂ કરાયું છે. મૃતકોનો આંકડો અત્યાર સુધી ૬૨૦૦ને પાર થયેલ છે.
દેશના પીએમ નરેન્દ્ર મોદી તુર્કીમાં આવેલ ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, પીેએમ મોદીએ જણાવેલ કે ૧૪૦ કરોડ ભારતીયોની લાગણી તુર્કીની સાથે છે.
ભારત તુર્કીને મદદ માટે રાહત સામગ્રી સાથે NDRFની ટીમો તેમજ બચાવ ટીમો-મેડિકલ ટીમો રવાના કરી રહ્યું છે
આ સાથે તુર્કીમાં રક્તદાન કેમ્પો લગાવાયા છે, અને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહિત ચીન પણ મદદ મોકલવા તૈયાર છે. અસરગ્રસ્ત અંકારા, ગાઝિયાંટેપ, કહરામનમારસ, માલત્યા, ડિયર્બકીર, નુરદાગી સાથે ૧૦ શહેરોમાં ભારે તબાહી મચી છે, જેમાં ૧,૭૧૦થી વધુ ઈમારતો ધરાશાયી થઈ હોવાનું જાણવા મળેલ છે.
Other News : ગુજરાતના આ ગામમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ભૂકંપના આંચકા અનુભવાતા કલેક્ટર-ધારાસભ્ય ઘટનાસ્થળે