Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ચુંટણી માહોલ જામ્યો :આણંદ-ખેડા જિલ્લાના ત્રણ-ત્રણ ધારાસભ્યોને રીપીટ કરાયા હોવાના અહેવાલો વહેતા થયા

કોંગ્રેસ ધારાસભ્યો

Anand : ગુજરાતમાં હવે આગામી વિધાનસભાને લઈ ચુંટણી માહોલ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ફરી એકવાર ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે ત્રણેય પક્ષના નેતાઓ દ્વારા બેઠકો સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તેવામાં આણંદ અને ખેડા જિલ્લા કોંગ્રેસ (congress)ના ત્રણ-ત્રણ ધારાસભ્યોને રીપીટ કરાયા હોવાના અહેવાલો વહેતા થયા છે, ગતરોજથી જ મિડીયા અને સોશ્યલ મિડીયા પર કોંગ્રેસના ઉમેદવારોની યાદી વાયરલ થવા પામી છે જો કે, આણંદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારના જણાવ્યા અનુસાર હજી સુધી કોઈ સત્તાવાર યાદી મળી નથી પરંતુ ધારાસભ્યોને રીપીટ કરાશે તે નક્કી જ છે.

આણંદથી કાંતિભાઈ સોઢા પરમાર, આંકલાવમાંથી અમતિભાઈ ચાવડા, બોરસદથી રાજેન્દ્રસિંહ પરમાર, મહુધાથી
ઈન્દ્રજીતસિંહ પરમાર, ઠાસરાથી કાંતિભાઈ પરમાર અને બાલાસિનોરથી અજીતસિંહ ચૌહાણને ટિકિટ

મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાની સાત બેઠકો પૈકી ત્રણના ઉમેદવાર નક્કી કરી લેવામાં આવ્યા છે. આણંદ બેઠક પરથી કાંતિભાઈ સોઢા પરમાર, આંકલાવ બેઠક પરથી અમિતભાઈ ચાવડા અને બોરસદ બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમારના નામોને મહોર મારી દેવામાં આવી છે. જ્યારે બાકીની ચાર બેઠકો પેટલાદ, સોજીત્રા, ઉમરેઠ અને ખંભાત માટેના ઉમેદવારોની પસંદગી બીજા રાઉન્ડમાં કરી લેવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડનાર હોવાની ચર્ચા

હજુ પેટલાદ બેઠક પરના ઉમેદવારની જાહેરાત કરાઈ નથી. જો કે ભરતસિંહ સોલંકી ચૂંટણી લડે તેવી શક્યતાઓ ખુબ જ ઓછી જોવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઉમરેઠ વિધાનસભા : કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની ચર્ચા વચ્ચે કોંગ્રેસમાંથી ૮ની દાવેદાર

બીજી તરફ ખેડા જિલ્લામાંથી ત્રણ સીટીંગ ધારાસભ્યો કે જેમાં ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ શાભઈભાઈ પરમાર, મહુધા બેઠક પરથી ઈન્દ્રજીતસિંહ નટવરસિંહ ઠાકોર અને બાલાસિનોર બેઠક પરથી અજીતસિંહ ચૌહાણના નામની પણ મહોર વાગી જવા પામી છે. કપડવંજ બેઠક પરથી ધારાસભ્ય કાળુભાઈની ટિકિટ અંગે બીજા રાઉન્ડમાં નિર્ણય લેવાઈ જશેનું જાણવા મળ્યું છે.

Other News : આગામી વિધાનસભા જંગનો ધમધમાટ શરૂ : ઉમરેઠ-પેટલાદ કોંગ્રેસ બેઠક મહિલાઓને ફાળવવા રજૂઆત

Related posts

૧૮ જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે ડાકોરનાં રણછોડરાયજીનું મંદિર…

Charotar Sandesh

ગણેશ ચતૂર્થીમાં મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોનો ધસારો

Charotar Sandesh

આણંદમાં ભારતીય જનતા પાર્ટીના “શ્રી કમલમ” કાર્યાલયનું ખાતમુહૂર્ત તથા બુથ પેજ પ્રમુખ સંમેલન યોજાયું…

Charotar Sandesh