Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

રવિવારે ગ્રામ પંચાયતોમાં ચુંટણી જંગ : જિલ્લામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે મતદાન યોજાશે

ગ્રામ પંચાયતો

જિલ્લામાં ૧૮૦ સરપંચની બેઠકો પર ૭૧૬ ઉમેદવારોની ભાવી ૭.૪૮ લાખ મતદારો નક્કી કરશે

આણંદ : રવિવારે આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણી માટે સવારના સાત વાગ્યાથી જ મતદાન શરૂ થઈ જનાર છે જેને લઈને ચુંટણી શાખા દ્વારા તમામ કાર્યવાહી પુર્ણ કરી દેવામાં આવી છે.

ચુંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દરેક તાલુકા મથકેથી આજે બપોર સુધીમાં પોલીંગ સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓને જે તે મતદાન મથકે પહોંચાડી દેવામાં આવ્યા છે. સાથે મતપેટી, બેલેટ પેપર સહિતની જરુરી ચીજવસ્તુઓ પણ તેઓની સાથે મોકલવામાં આવી છે.

આણંદ જિલ્લામાં ૧૮૦ સરપંચની બેઠકો પર ૭૧૬ ઉમેદવારનું ભાવિ ૭.૪૮ લાખ મતદારો દ્વારા રવિવારે મતદાન દ્વારા ઘડવામાં આવશે. જયારે ૧૦૫૩ વોર્ડની બેઠકો પર ૨૫૦૦ ઉમેદવારોનું ભાવિ ૫.૩૮ લાખ મતદારો નક્કી કરશે.

આણંદ જિલ્લામાં મત પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ તંત્રનો ૧૯૨૫નો સ્ટાફ ફાળવાયો છે

આ મતદાન પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્રએ ૨૮૮ સંવેદનશીલ અને ૧૭૪ અતિ સંવેદનશીલ મથકો અલગ તારવ્યા છે જ્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ ચૂંટણી કામગીરીમાં ૨,૬૪૯ પોલીસ કર્મીઓ ખડે પગે તૈનાત રહેવાના છે. ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપતા તમામ સામગ્રી તાલુકા મથકો પર મોકલી અપાઈ છે, જ્યાથી શનિવારના રોજ તમામ સામગ્રી મતદાન કેન્દ્ર સુધી પહોંચશે.

Other News : આણંદના આ ગ્રામ પંચાયતમાં આચારસંહિતાની ફરિયાદ : ચિન્હવાળા સ્ટીકર લગાવી ચવાણુંના પેકેટ વહેંચાયા

Related posts

આણંદ જિલ્લામાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર શરૂ કરાયું, કલેક્ટરે સેવાનો લાભ લેવા લોકોને અપીલ કરી

Charotar Sandesh

આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું કોરોનાના કારણે મોત…

Charotar Sandesh

’ક્યાર’ની અસર વચ્ચે નવી સિસ્ટમ સક્રિય, ૩ નવેમ્બર સુધી વરસાદની આગાહી…

Charotar Sandesh