Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ગ્રામ પંચાયતમાં ૩થી વધુ વાહનો લઈને ચુંટણીના પ્રચાર નહીં કરી શકાય : જિલ્લા કલેકટર

ગ્રામ પંચાયત

આણંદ : રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્‍ય/વિભાજન/મધ્‍યસત્ર/પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
કરવામાં આવતાં તા. ૨૨/૧૧/૨૦૨૧થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગયેલ છે. તદ્અનુસાર આણંદ જિલ્‍લામાં ૨૧૩ ગ્રામ
પંચાયતોની સામાન્‍ય ચૂંટણીનું મતદાન તા. ૧૯/૧૨/૨૧ના રોજ થશે જયારે તેની મતગણતરી તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ થશે.

ગ્રામ પંચાયત સામાન્‍ય ચૂંટણી-૨૦૨૧ મતદાન મથકો પર કેટલાંક કૃત્‍યો કરવા પર પ્રતિબંધ

આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સક્ષમ અધિકારી પાસે નોંધાવ્યા સિવાયના કે માન્ય પરમીટ અને પરવાનગી સિવાયના વાહનો ચૂંટણી કામે વાપરવા પર, ચૂંટણી પ્રચાર દરમિયાન ત્રણ કરતાં વધારે વાહનો એક સાથે ચલાવવા પર, ચૂંટણી મતદાનના દિવસે મતદારોને તેમના ઘર-સ્થળથી વાહનમાં ભરી, મતદાન મથક સુધી લાવવા કે લઇ જવા પર, મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા કે ચૂંટણી ચિહ્નો દર્શાવવા, મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં બિનઅધિકૃત કાપલીઓ લઇ જવી, મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજયામાં વાહનોની અવર-જવર કરવી, મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં હરીફ ઉમેદવારો, તેમના એજન્ટોં, તેમના કાર્યકરોના ટેબલ ખુરશી ચૂંટણી નિયમોથી વિરૂદ્ધ રીતે મૂકવા જેવા કૃત્યો્‌ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે.આણંદ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે.

આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર સુલેહ શાંતિ અને સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાઇ રહે તથા સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલાં ભરી શકાય તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ ઉપરાંત મતદાન મથકની ૨૦૦ મીટરની અંતર સુધીમાં કોઇપણ મંડપ બાંધવો નહીં. જ્યારે એક જ મંડપ બાંધી શકાશે અને તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. તડકા અને વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે, પરંતુ મંડપની ફરતે કંતાન કે પછી પછેડી જેવી આડશ લગાવી શકાશે નહીં. આવો મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી મેળવી લઇ સંબંધિત ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે.

Other News : ચુંટણીમાં મતદારોને કોઇપણ પ્રકારની લોભ-લાલચ-પ્રલોભન કે ધાક-ધમકી આપી શકાશે નહીં : ગુનો નોંધાશે

Related posts

આણંદ જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી વિના મૂલ્યે અનાજના વિતરણનો પ્રારંભ…

Charotar Sandesh

લાઇટબિલમાં “અવસર લોકશાહીનો’ સુત્રને સ્થાન આપી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ

Charotar Sandesh

અમુલના કરોડો રૂપિયાના ચીઝ કૌભાંડ મામલે વાઈસ ચેરમેન સહિત છ સભ્યોએ કાર્યવાહીની માંગ કર્યા બાદ ચૂપકીદી કેમ..?

Charotar Sandesh