Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના તાલુકા સબ રજીસ્ટાર કચેરીના કર્મચારીઓએ હડતાળ પાડી : કામો અટવાયા હતા

સબ રજીસ્ટર કચેરી

આણંદ : જિલ્લા તેમજ તાલુકા કક્ષાની ૮ સબ રજીસ્ટર કચેરીમાં ફરજ બજાવતા તમામ ઓપરેટર સામુહીક રજા પર ઉતરી ગયા જતા હોબાળો મચ્યો હતો. નિયમિત ફરજ બજાવતા આ ઓપરેટરોને કોન્ટ્રાક્ટર દ્વારા ૧૧ મહિનાથી પગાર ન ચૂકવતાં તમામ ઓપરેટરોએ હડતાળનું શસ્ત્ર અપનાવતા કચેરીઓમાં હડકંપ મચી હતી.

દસ્તાવેજ કરાવવા એપોઇન્ટમેન્ટ લઈ આવેલા નાગરિકોના દસ્તાવેજના કામો અટવાઈ પડ્યા હતા

જિલ્લા અધિકારીઓને આ અંગે જાણ થતાં તેઓએ કોટ્રાક્ટર કંપનીને ફરિયાદ કર્યા બાદ મામલો ગરમાયો હતો. આ વિવાદમાં એ પણ ધ્યાને આવ્યું કે છેલ્લા છ માસથી આ ઓપરેટરોને ઓફીસ સ્ટેશનરી પણ આપવામાં આવી નથી. કોન્ટ્રાકટર કંપનીના શોષણ અને તુમાખીથી ત્રસ્ત ઓપરેટરોએ કામથી અળગા રહી જિલ્લા કચેરીએ આંદોલનનું રણશીંગુ ફૂંકતા કલેકટર પણ હરકતમાં આવી ગયા હતા.

આ અંગે જિલ્લા નોંધણી નિરીક્ષક જે.એમ.ઠક્કરે જણાવ્યું હતું કે, ઓપરેટરોને પગાર અને સ્ટેશનરી બાબતે કોન્ટ્રાક્ટર કંપની સાથે વિવાદ હતો જે બપોર બાદ સુખદ ઉકેલ આવી જતા કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું.

Other News : પદ્મવિભુષણથી સન્માનિત પૂ સચ્ચિદાનંદજી સ્વામીને વડતાલ મંદિરના અને આચાર્ય મહારાજે અભિનંદન પાઠવ્યા

Related posts

આણંદમાં લવ જેહાદને લઇ રાજ્યમાં કાયદો બનાવવા ઉઠી માંગ…

Charotar Sandesh

ખેડા જિલ્લામાં નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી પાંચ દર્દીઓને રજા અપાઇ…

Charotar Sandesh

આણંદ શહેરમાં અનલોક ૨.૦ : આજે વધુ ૮ વ્યક્તિઓ અદ્રશ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા…

Charotar Sandesh