Charotar Sandesh
ગુજરાત

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ ઘટના અને કેસ અંગે જાણો : ૭૦ મિનીટમાં રર ધમાકા, મોતનું તાંડવ સર્જાયું હતું

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ

અમદાવાદ : ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ થયેલા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના ૪૯ દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે ૩૮ને ફાંસી અને ૧૧ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા સંભળાવી છે.

અમદાવાદમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદ શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટોથી ધણધણવી ઉઠયું હતું જેમાં ૫૬ જેટલા લોકોના કમોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

અમદાવાદમાં તે દિવસે ૭૦ મિનિટમાં ૨૨ વિસ્ફોટો જુદા જુદા સ્થળે થયા હતા. જયાં જુઓ ત્યાં તબાહીના દ્દશ્યો હતા. પછી તે સિવિલ હોસ્પિટલ હોય કે નગર નિગમની એસ.જી. હોસ્પિટલ, બસો, પાકિંગમાં ઉભેલી સાઈકલો, કારો વગેરે સૌ બોમ્બ ધડાકામાં સ્વાહા થઈ ગઈ હતી અને ૫૬થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. કુલ ૨૪ બોમ્બ લગાવાયા હતા.

વર્ષ ૨૦૦૮માં થયેલા એ શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાની યાદ અમદાવાદવાસીઓને આવે છે ત્યારે ભોગ બનેલા થથરી ઉઠે છે

તે સમયે માત્ર ૧૦ વર્ષનો હતો, જયારે ૨૬ જુલાઈ ૨૦૦૮માં અમદાવાદના અસારવા વિસ્તારમાં એક હોસ્પિટલનો વોર્ડ બોમ્બ ધડાકાથી ધ્રુજી ઉઠયો હતો. યશ ભગવાનનો આભાર માને છે કે ત્યારે તેનો જીવ બચી ગયો હતો, પણ એક પણ એવો દિવસ પસાર નહોતો થયો કે તેણે પોતાના પિતા અને મોટાભાઈને યાદ ન કર્યા હોય કે જેમના વિસ્ફોટમાં મોત થયા હતા.

બોમ્બ ધમાકામાં એક પરિવારે ઘરના મોભી ગુમાવ્યા હતા. નાડિયા પરિવારના મોભી કનુભાઈ સિવિલમાં દાખલ દીકરી પાયલને મળવા ગયા હતા પછી કયારેય પાછા આવ્યા નથી. આ પરિવારની કરૂણતા એ છે કે ન તો તેમની કોઈ ભાળ મળી છે ન તેમનો મૃતદેહ મળ્યો છે. કનુભાઈની લાશ ૧૪ વર્ષ પછી પણ ન મળવાથી તેમને સરકારી વળતર પણ મળતુ નથી.

Other News : બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા સાંભળતાંની સાથે જ ૫૪ નિર્દોષનું લોહી વહાવનારા કેટલાક આતંકીઓ રડવા લાગ્યા

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચારના કર્યા શ્રીગણેશ…

Charotar Sandesh

પ્રભારી રાજીવ સાતવનું પણ પદ જોખમમાં..! ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારની સંભાવના…

Charotar Sandesh

નવસારી પાલિકા-પંચાયતની ચૂંટણી : પરપ્રાંતિય યુવક બોગસ મતદાન કરતાં ઝડપાયો…

Charotar Sandesh