Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે આણંદ જિલ્લામાં બપોરના ચાર વાગ્યા સુધી જાણો કેટલા કિશોર-કિશોરીઓએ રસી મૂકાવી, જુઓ

આણંદ જિલ્લામાં

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે કોરોના સામે રક્ષણ પૂરૂં પાડતા કોરોના રસીકરણનો પ્રારંભ

જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના ૧,૦૮,૮૫૮ બાળકોને વેકસિન આપી સુરક્ષિત કરાશે

જિલ્‍લામાં બપોરના ચાર વાગ્‍યા સુધીમાં ૧૬,૩૨૦ કિશોર-કિશોરીઓએ રસી મૂકાવી

આણંદ : શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને વેકસિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જે અન્‍વયે  આણંદ જિલ્‍લામાં શાળાએ જતા ૮૪,૩૯૮ અને શાળાએ ન જતા હોય તેવા ૨૪,૪૬૦ બાળકો મળી કુલ ૧,૦૮,૮૫૮ કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આણંદ શહેરની ચરોતર એજયુકેશન સોસાયટી સંચાલિત ડી. એન. હાઇસ્‍કૂલ ખાતે વેકસિનના પ્રારંભ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, આણંદ જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર સહિત જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓએ શાળામાં બાળકોને આપવામાં આવી રહેલ રસીકરણ કેન્‍દ્રની મુલાકાત લઇ બાળકોનો ઉત્‍સાહ વધારી તેઓની સાથે સંવાદ કર્યો હતો.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, જિલ્‍લાની કુલ ૩૫૨ માધ્‍યમિક શાળાઓ સહિત જિલ્‍લાના ૨૭૭ સબ સેન્‍ટર અને ૫૩ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે બાળકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જયારે આગામી તા. ૧૦મી જાન્‍યુઆરી પછી જિલ્‍લાના ૧૩,૫૨૮ હેલ્‍થ વર્કરો અને ૧૫,૭૫૨ ફ્રન્‍ટલાઇન કોરોના વોરિયર્સ તેમજ ૬૦ વર્ષથી વધારે વયના સીનિયર સિટીઝનો અને કો-મોર્બિડ દર્દીઓ જેઓએ અગાઉ રસીના બંને ડોઝ લીધા હોય તેઓએ પણ ડૉકટરની સલાહ મુજબ પ્રીકોશન (બુસ્‍ટર) ડોઝ આપવાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે આણંદ જિલ્‍લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી પ્રદીપભાઇ પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ, મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારી, જિલ્‍લા શિક્ષણાધિકારી શ્રીમતી નિવોદિતા ચૌધરી, જિલ્‍લા મેલેરિયા અધિકારી ડૉ. કુલશ્રેષ્‍ઠ, ચરોતર એજયુકેશન સોસાયટીના કે. ડી. પટેલ, ડી.એન.હાઇસ્‍કૂલના આચાર્ય શ્રી ખુશાલભાઇ સિંધી, હાઇસ્‍કૂલના શ્રી આશિષભાઇ પરમાર અને પરેશભાઇ પટેલ, વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Other News : આણંદ શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણનો પ્રારંભ

Related posts

આણંદ જિલ્લાના ઇ.એમ.ટી. અને પાયલોટોનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા…

Charotar Sandesh

વિદ્યાનગરમાં આવતીકાલે થ્રી લેયર બંદોબસ્ત વચ્ચે ૭ બેઠકોની મતગણતરી થશે, જુઓ વિગત

Charotar Sandesh

આણંદ સિવિલ હોસ્પિટલ સાકાર કરવાનો મુદ્દો ફરી લોલીપોપ બની રહ્યો : નગરજનોમાં રોષની લાગણી, જુઓ

Charotar Sandesh