Charotar Sandesh
ઈન્ડિયા

જમ્મુ કાશ્મીરમાં પાંચ જવાન શહીદ : બે આતંકી ઠાર

જમ્મુ કાશ્મીર

શ્રીનગર : છેલ્લા ૨૪ કલાકમાં જમ્મુ કાશ્મીરમાં સૈન્યએ ચાર મોટા એન્કાઉન્ટર કર્યા છે. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે જ્યારે બીજી તરફ સૈન્યના એક અધિકારી સહિત પાંચ જવાનો શહીદ થયા છે. ઘણા દિવસો બાદ પહેલી વખત આતંકીઓ સાથેના ઘર્ષણમાં આટલી મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા છે.જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભીષણ ઘર્ષણ થયું હતું. સામસામે થયેલા ગોળીબારમાં એક અધિકારી સહિત પાંચ જવાનો શહીદ થયા હતા.

પૂંચ જિલ્લામાં આતંકીઓના સર્ચ ઓપરેશન દરમિયાન આ દુઃખદ ઘટના ઘટી હતી

આતંકીઓ હાજર હોવાની બાતમીના આધારે વહેલી સવારે શરૂ થયેલુ આ ઓપરેશન આખો દિવસ ચાલ્યું હતું. આતંકીઓએ અચાનક સૈન્ય પર ભારે ગોળીબાર કરી દીધો હતો. જે દરમિયાન આ જાનહાની થઇ હતી. કાશ્મીરમાં હાલમાં ટાર્ગેટ કિલિંગ વધ્યું છે જેમાં હિંદુઓ અને શીખોને નિશાન બનાવીને આતંકીઓ હુમલા કરી રહ્યા છે. ત્યારે સૈન્ય દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે જ સૈન્ય ટુકડી પૂંચના સુરણકોટે પાસેના ગામમાં તપાસ માટે પહોંચી હતી. આતંકીઓ સૈન્ય પર ગોળીબાર કરીને નજીકના રાજોરી જિલ્લાના ભાંગાઇ ગામમાં ભાગી ગયા હતા. મોટી રાત સુધી આ આતંકીઓની શોધખોળ ચાલી હતી.

આતંકીઓના ભાગવાના જેટલા પણ રસ્તાઓ છે તેને સૈન્ય દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા હતા. બહુ જ મોટી સંખ્યામાં સૈન્ય જવાનોને આ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યા છે. અને મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજોરી અને પૂંચમાં આ વર્ષે આતંકીઓના છુપાવા અને હુમલાનું પ્રમાણ વધ્યું છે. પાંચ જવાનોની શહાદત બાદ કાશ્મીરમાં શીવસેના અને ડોગ્રા ફ્રન્ટ સંગઠન દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનુ પુતળુ સળગાવવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીર કોંગ્રેસે તાત્કાલીક આતંકીઓની સામે કાર્યવાહીની માગણી કરી હતી. અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી આઘાત પણ વ્યક્ત કર્યો હતો.

Other News : મોટું નિવેદન : વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ૧૦૦ નવા ચહેરા ઉતારશે

Related posts

ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનો રેલી કાઢી : અનેક જિલ્લાઓમાં બંધનું એલાન

Charotar Sandesh

ખેડૂત આંદોલન : રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે : અન્ય કોંગ્રેસી નેતાઓ પણ જોડાશે…

Charotar Sandesh

ભારત ૪૦થી વધુ દેશોને હથિયાર નિકાસ કરે છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh