Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ડાકોર મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત : ૨ બહેનોએ રણછોડરાયની સેવા પુજા કરવાનો અધિકાર માંગ્યો

ડાકોર મંદિર

ડાકોર મંદિરના ૧૨૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત

ડાકોરનો ૧૨૦૦ વર્ષ જૂનો ઈતિહાસ બદલાશે, બે મહિલાઓએ મંદિરમાં પૂજા કરવા માટે અધિકારની માંગ કરી છે, ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે.બે બહેનોએ ડાકોરના રણછોડરાય મંદિરમાં પૂજાનો અધિકાર માંગ્યો છે. સ્વર્ગસ્થ મંદિરના પૂજારી કૃષ્ણલાલા સેવકની દીકરીઓએ સીધા વારસદાર હોવાથી બંને બહેનોએ મંદિરમાં સેવા પૂજા કરવાનો અધિકાર છે તેવું જણાવ્યું છે. બંને બહેનોએ મંદિરમાં પૂજા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. ત્યારે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશન કર્યો.

મહત્વનું છે કે રણછોડરાયની સેવાને લઈને વારાદારી બહેનો દ્વારા માંગ કરાઈ છે. મંદિરના ૧૨૦૦ વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી, ત્યારે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારસદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. આ બંને મહિલાઓએ કહ્યું કે, ૨ અને ૩ ઓક્ટોબર ના રોજ તેમના પરિવારનો સેવા પૂજાનો વારો આવતો હોઈ મંદિર દ્વારા તેમના પ્રતિનિધિ ને પૂજા કરવા મોકલે તેવો પત્ર પાઠવાયો હતો.

આ બંને બહેનો દ્વારા જાતે જ સેવા પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ બંને બહેનોએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. તેમના પર આ સમયે કોઈ હુમલો થઈ શકે છે, તેથી સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માંગણી કરી છે. બંને બહેનો આજે ૨ ઓક્ટોબર અને આવતીકાલે ૩ ઓક્ટોબરે પોતાની પૂજાનો વારો હોવાનુ કહ્યુ છે. ત્યારે આ કારણે હાલ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે

Other News : ખેતરમાં વીજળી પડતા કપાસનો પાક બળી જતા ખેડૂતે કર્યો આપઘાત, પરિવારમાં શોક

Related posts

બીઆરસી ભવન વઘાસી ખાતે દિવ્યાંગ સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો

Charotar Sandesh

અમેરીકાના ન્યુજર્સી સ્ટેટમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા આણંદના સાંસદ મિતેશ પટેલ (બકાભાઇ)નો સન્માન સમારોહ યોજાયો…

Charotar Sandesh

આણંદ જિલ્લાના યુવાનો-યુવતીઓ માટે વાયુ સેનામાં જોડાવાની ઉમદા તક : ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે

Charotar Sandesh