Charotar Sandesh
ગુજરાત

૧ જાન્યુઆરીથી એટીએમથી નાણાં ઉપાડવાના આ નવા નિયમો શરૂ થશે, જાણો

૧ જાન્યુઆરી

નવીદિલ્હી : અત્યારે કોઈપણ બેંકના પોતાના એટીએમમાંથી તમામ નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન મફત હોય છે. પરંતુ જો બીજી કોઇ બેન્કના કાર્ડની મદદથી કોઇ બીજી બેન્કના એટીએમમાંથી નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન કરવામાં આવે તો ટ્રાન્ઝેકશનની નક્કી ફ્રી સંખ્યા ક્રોસ થયા બાદ ચાર્જ લાગે છે. આ ચાર્જ અલગ-અલગ બેન્કોમાં અલગ-અલગ હોય છે.

ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશનમાં કેશ ઉપાડવામાં આવે છે જ્યારે નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશનમાં બેન્ક ઇન્કવાયરી, મિની સ્ટેટમેન્ટ અને પિન ચેન્જ કરવાનું સામેલ છે.નવા વર્ષમાં પહેલી જાન્યુઆરીથી એટીએમ અથવા કેશ રિસાઇક્લિર મશીનમાંથી રોકડ ઉપાડવી મોંઘી થવા જઈ રહી છે.

૧ જાન્યુઆરીથી ગ્રાહકોએ નોન-કેશ એટીએમ ટ્રાન્ઝેક્શનની મર્યાદા પાર કર્યા બાદ અત્યારની તુલનામાં વધુ ચાર્જ ચૂકવવો પડશે

જૂન મહિનામાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ આના પર ફી વધારવાની મંજૂરી આપી હતી. એચડીએફસી બેંક અને એક્સિસ બેંકે ફરી એકવાર તેમના ગ્રાહકોને આ નવા નિયમની યાદ અપાવી છે. અત્યારે એટીએમ કે કેશ રિસાઇક્લિર મશીન અને નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન કરવા પર મહિનામાં પેહલાં પાંચ નાણાંકીય ટ્રાન્ઝેકશન ફ્રી હોય છે. ત્યારબાદ પ્રતિ ટ્રાન્ઝેકશન ૨૦ રૂપિયાનો ચાર્જ લાગે છે પરંતુ ૧ જાન્યુઆરી ૨૦૨૨થી આ ચાર્જ ૨૧ રૂપિયા પ્રતિ નાણાંકીય ટ્રાન્ઝેકશન થશે.

મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમમાંથી ૩ ટ્રાન્ઝેકશન અને નોન-મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમમાંથી ૫ ટ્રાન્ઝેકશન અત્યારની જેમ મફત મળતા રહેશે. આ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં GST સામેલ નથી. એટલે કે આ ચાર્જ પર પણ GST લાગુ થશે. બેંકોએ ગયા મહિનાથી જ તેમના ગ્રાહકોને આ અંગેની માહિતી મોકલવાનું શરૂ કર્યું હતું. બેંકોએ પણ આ અંગેની માહિતી પોતાની વેબસાઈટ પર મુકી છે અને મેસેજ પણ મોકલવામાં આવી રહ્યા છે.

Other News : રાજ્યમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, શરદી-ઉધરસ જેવા કેસોમાં વધારો

Related posts

બ્રેકિંગ : પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર, ૭૭ IPSની બદલી-બઢતી, ખેડા જિલ્લા SP તરીકે કોની કરાઈ નિમણૂક

Charotar Sandesh

અમેરિકન એરફોર્સનું વિમાન ટ્રમ્પની સુરક્ષા કાર સાથે અમદાવાદ પહોંચ્યું…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી ૧૫ તારીખે માત્ર એક દિવસ માટે જ આવશે કચ્છ…

Charotar Sandesh