Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

શિવરાત્રિથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ર નો વધારો કરાયો

અમૂલ દૂધ

અમૂલ તાજાની પ૦૦ ગ્રામની થેલીના ર૪ રૂપિયા અને અમૂલ શક્તિની પ૦૦ ગ્રામની થેલીના ર૭ રૂપિયા

અમૂલ ગોલ્ડની પ૦૦ ગ્રામની થેલીના ૩૦ રૂપિયા આપવા પડશે

આણંદ : મોંઘવારીના માર વચ્ચે ફરી એકવખત ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર ર રૂપિયાનો ભાવ વધારો કરાયો છે, ૮ મહિનામાં જ અમૂલે ફરીવાર દૂધના ભાવમાં લિટરદીઠ ૨ રૂપિયાનો વધારો કરી દીધો છે.

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે.

આમ દૂધના ભાવમાં વાર્ષિક ૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે

ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશનના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ.૩૫થી રૂ.૪૦નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછલા વર્ષ કરતા ૫ ટકા વધુ છે.

Other News : વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ ધરાવાયો

Related posts

વાસદ પાસેથી ૧૯.૩૯ લાખનો વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક શખ્સ ઝડપાયો…

Charotar Sandesh

આણંદ ખાતે એક વાલી બાળક સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીના હુકમો એનાયત

Charotar Sandesh

કડાણા ડેમમાંથી બે લાખ કયુસેક પાણી છોડાયું : મહી કાંઠા કિનારાના ર૬ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા…

Charotar Sandesh