Charotar Sandesh
ઈન્ડિયા

સરકારની તિજોરી ભરાઈ : નવેમ્બરમાં ૨૪ ટકા વધારા સાથે GST કલેક્શન ૧.૬૭ લાખ કરોડ

GST કલેક્શન

ગત વર્ષે નવેમ્બર ૨૦૨૨માં GSTની રાજ્યની આવક ૪,૫૫૪ કરોડ નોંધાઈ હતી. ચાલુ વર્ષે રાજ્યની જીએસટીની આવક સાતમી વખત ૫ હજાર કરોડથી વધારે થઈ છે. પ્રથમ આઠ માસમાં રાજ્યની GSTની આવક ૪૧,૯૮૯ કરોડ થઈ છે

Decemberની શરૂઆતમાં એક મોટા ગુડ ન્યૂઝ સામે આવ્યા છે, જેમાં સરકારી તિજોરીમાં આ મહિને સૌથી વધુ જીએસટી કલેક્શન થયું છે. શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, નવેમ્બર ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં ૧૫ ટકા વધુ છે. બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો રાજ્યની GST આવકમાં ૨૪ ટકાનો વધારો થયો છે. રાજ્યને November 2023 માં GST હેઠળ ૫,૬૬૯ કરોડની આવક થઈ છે.

નાણા મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે, નવેમ્બર ૨૦૨૩માં ય્જી્‌ કલેક્શન ૧,૬૭,૯૨૯ કરોડ રૂપિયા હતું. તેમાં સેન્ટ્રલ જીએસટી (Cજીએસટી) રૂપિયા ૩૦,૪૨૦ કરોડ, રાજ્ય જીએસટી (SGST) રૂપિયા ૩૮,૨૨૬ કરોડ, સંકલિત જીએસટી IGST રૂપિયા ૮૭,૦૦૯ કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂપિયા ૩૯,૧૯૮ કરોડ સહિત) અને સેસ રૂપિયા ૧૨,૨૭૪ કરોડ (માલની આયાત પર એકત્ર રૂપિયા ૩૬ કરોડ સહિત)નો સમાવેશ થાય છે.

Other News : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી : હવામાન વિભાગે કરી આ આગાહી

Related posts

ખેડૂતોના આંદોલનને વિદેશમાંથી મળ્યું સમર્થન, રિહાના અને ગ્રેટા થનબર્ગે કર્યું ટ્‌વીટ…

Charotar Sandesh

ભારતનો બીજા ક્વાર્ટરમાં જીડીપી દર ઘટીને ૪.૫ ટકાના સ્તરે…

Charotar Sandesh

દેશભરમાં નાતાલની ઉજવણીઃ મધ્યરાત્રિએ વિવિધ ચર્ચોમાં મિડનાઇટ માસ ઉજવાયો…

Charotar Sandesh