Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીલક્ષી પોસ્‍ટરો, સુત્રો, બેનર્સ, પડદા, કટ આઉટ મૂકવા અંગેની માર્ગદર્શિકા

આણંદ : જિલ્લામાં કુલ – ૨૧૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૨૧નું મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ તેમજ મત ગણતરી તા.૨૧/૧૨/૨૦૨૧ ના રોજ યોજાનાર છે.

આણંદ જિલ્‍લામાં આ ચૂંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચૂંટણીના કાર્યક્રમ દરમિયાન જાહેર સુલેહ શાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્‍વયે આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી કે.વી.વ્‍યાસએ તેમને મળેલ સત્તાની રૂએ એક હુકમ દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં યોજાનાર સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં સમાવિષ્‍ટ વિસ્‍તારમાં તા.૨૪-૧૨-૨૦૨૧ સુધી આ મુજબના કૃત્‍યો કરવા પર મનાઇ ફરમાવી છે.

આ હુકમમાં જણાવ્‍યા પ્રમાણે કોઇપણ ઉમેદવારોએ જાહેર મિલ્‍કતો કે ખાનગી મિલ્‍કતો ઉપર ચૂંટણી જાહેરાત પ્રચાર કરતા પોસ્‍ટરો, સુત્રો, બેનરો, પડદા, લખાણો વગેરે સબંધિત સંસ્‍થા, કચેરી કે માલિકની સંમતિ/ ધોરણસરની પરવાનગી સિવાય ચોંટાડવા કે લખવા કે લગાડવા નહી

આ ઉપરાંત ચુંટણી પ્રચાર અર્થે કોઇ કટઆઉટ, દરવાજા કે કમાનો ઉભા કરવા સામે, જાહેર સ્‍થળોએ સક્ષમ સ્‍થાનિક સત્તાધિકારીની મંજુરી સિવાય ચુંટણી પ્રચાર માટેના હોર્ડિગ્‍સ પ્રદર્શિત કરવા સામે તેમજ કોઇપણ ઉમેદવારોએ કે તેમના ટેકેદારોએ અન્‍ય ઉમેદવારોએ યોજેલ સભા અને સરઘસમાં અવરોધો ઉભા કરવા કે તે સભા તોડવા સામે મનાઇ ફરમાવવામાં આવી છે.

એક ઉમેદવારના કાર્યકરો કે સહાનુભૂતિ દર્શાવનારાઓએ બીજા ઉમેદવારોએ યોજેલી જાહેર સભાઓમાં ઘર્ષણ સર્જાય તેવી રીતે મૌખિક કે લેખિત પ્રશ્નો પુછીને અથવા પોતાના ઉમેદવારના ચોપાનીયાં વેચીને ખલેલ પહોંચાડવા સામે અને જયાં એક ઉમેદવારએ સભાઓ યોજી હોય તેવા સ્‍થળોએ બીજા ઉમેદવારોએ સરઘસ લઇ જવા સામે તેમજ એક ઉમેદવારે બહાર પાડેલ ભીતપત્રો બીજા ઉમેદવારના કાર્યકરોએ દૂર કરવા સામે તથા હથિયાર ધારણ કરવા માટેનો પરવાનો ધરાવતી કોઇપણ વ્‍યકિત પરવાનેદારના પરવાના હેઠળના હથિયાર પોતાની સાથે લઇને ચુંટણી કાર્ય અને સભામાં ફરવા સામે મનાઇ ફરમાવવામાં આવી છે.

આ હૂકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

Other News : આણંદમાં જાગનાથ મહાદેવ ટ્રસ્ટની લાખોની એફડી વાપરી કરોડો રૂપિયાની મિલ્કતો પચાવી પડવાની બાબતે પોલીસ ફરિયાદ

Related posts

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ. સેનેટ જંગમાં રાજકીય પક્ષ સક્રિય બનતા હવે રાજકારણ ગરમાયું

Charotar Sandesh

આણંદમાં ૩૩ બાળલગ્નો અટકાવાયા : સમૂહ લગ્નમાં ઉપસ્થિત દરેક પાસેથી લેખિત બાંહેધરી લેવામાં આવી

Charotar Sandesh

ઉમરેઠમાં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ભાજપના કાર્યકરોને જોઈ ક્ષત્રીયો વિફર્યા : હાય રે ભાજપ ના નારા લાગ્યા

Charotar Sandesh