સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ ૧૮૨ બેઠકો પર ઉમેદવારોને ટિકિટ આપી દીધી છે, જોકે હજુ પણ કેટલાક પક્ષોમાં ખરા સમયે ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાનો ભય સેવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીમાં પણ કંઈક આવું જોવા મળી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના હાથમાંથી સૂરત પૂર્વ બેઠક નિકળી ગયા બાદ આપ એક્શનમાં આવી ગયું છે
તાજેતરમાં જ સૂરત પૂર્વની બેઠકના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. આ ઘટના ફરી ન બને તે માટે આપ દ્વારા રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. કોઈ ઉમેદવાર સ્વૈચ્છાએ અથવા કોઈની ધાક-ધમકીથી ફોર્મ પરત ન ખેંચે તે માટે આપ ૧૬ બેઠકો પરના ઉમેદવારોને સોમનાથ લઈ ગઈ છે. આ તમામ ઉમેદવારો છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં છે.
જ્યાં સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ૧૬ બેઠકો પરના ઉમેદવાર સૌરાષ્ટ્રમાં જ રહેશે. ઉલ્લેખનિય છે કે, સોમવારે બપોરે ત્રણ વાગે ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યારે આ તમામ ઉમેદવારો સોમવાર બપોર ત્રણ વાગ્યા સુધી સૌરાષ્ટ્રમાં જ ધામા નાખશે.
Other News : ન ઘરના ન ઘાટના : આ દિગ્ગજ નેતા સત્તા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા, ને હવે ક્યાંયના ન રહ્યાં