Charotar Sandesh
ગુજરાત

આખરે હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું : હવે ભાજપમાં જોડાશે કે કેમ ? ચર્ચાનો વિષય

નેતા હાર્દિક પટેલ

ગાંધીનગર : છેલ્લા ઘણા સમયથી પાટીદાર નેતા હાર્દિક પટેલને લઈ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલ હતો, ત્યારે આખરે કોંગ્રેસથી નારાજ રહેલ હાર્દિકે આજે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મિડીયા થકી હાઈકમાન્ડ સોનિયા ગાંધીને સંબોધીને રાજીનામું પત્ર લખી જણાવ્યું છે.

જેમાં લખેલ કેે, આજે હું હિંમત કરી કોંગ્રેસ પાર્ટીના સદસ્ય પદમાંથી રાજીનામું આપું છું, મને વિશ્વાસ છે કે આ નિર્ણયનું સ્વાગત ગુજરાતની જનતા કરશે, હું માનું છું કે મારા આ કદમ બાદ હું ગુજરાત માટે સકારાત્મક રીતે કામગીરી કરી શકીશ.

શું હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી કૂદીને કોઈ અન્ય ભાજપ સહિતની પાર્ટીમાં જોડાશે કે કેમ ? ચર્ચા વહેતી થઈ છે

વધુમાં, થોડા દિવસ પહેલા રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ પાટીદાર નેતા હાર્દિક પટેલની ગેરહાજરી જોવા મળેલ હતી, જે પણ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે આજે હાર્દિક નિર્ણય લઈ કોંગ્રેસને ટાટા બાય બાય કહી દીધું છે.

Other News : આણંદ : છેલ્લા ૧ મહિનામાં કાળઝાળ ગરમીમાં બેભાન થયેલ ૧૨૬ વ્યક્તિઓની વ્હારે આવી ૧૦૮, જુઓ

Related posts

તહેવારો પહેલાં ભડકો : કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો

Charotar Sandesh

આગામી વિધાનસભાની ચુંટણીમાં ૧૫૦ કરતા વધુ બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનશે : જુઓ કોણે કર્યો હુંકાર ?

Charotar Sandesh

હવે ડ્રગ્સનું સેવન-સંગ્રહ કરનારની માહિતી આપનારને મોટું ઈનામ મળશે…

Charotar Sandesh