Charotar Sandesh
ગુજરાત

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત : શિવાલયો ભક્તોના નાદથી ગૂંજી ઊઠશે

શ્રાવણ માસ

ગાંધીનગર : સમગ્ર દેશમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે અને દેશવાસીઓ સમગ્ર વર્ષમાં શ્રાવણ માસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. કારણકે, આ મહિનામાં શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. સોમવારથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસની વિવિધ શિવાલયોમાં ધૂમધામથી તૈયારી શરુ કરવામાં આવી. શહેરના બધા જ શિવ મંદિરમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સાથે જ, મંદિરોમાં ફૂલોના શણગારની સાથે થીમ બેઝડ લાઈટ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.

આ સાથે જ, પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ મંદિરોમાં શિવલિંગની સ્પેશિયલ પૂજા પણ કરવામાં આવી હતી. આજે, અંકુર સ્થિત કામેશ્વર મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજારીઓએ ધાર્મિક લાગણી ધરાવતા ભક્તો સાથે વિધિગત પૂજા કરવી હતી.

બિલીપત્ર માટે પણ શહેરભરમાં દુકાન અને લારી શરુ થઈ ગઈ હતી અને અનેક શહેરીજનો બિલીપત્રોની ખરીદી કરતા જોવા મળ્યા હતા. આ વર્ષે શ્રાવણ માસમાં ૫ સોમવારનો લાભ મળશે.

  • શ્રાવણ મહિનાના પાંચ સોમવાર :

પહેલો સોમવાર – ૯ ઓગસ્ટ
બીજો સોમવાર – ૧૬ ઓગસ્ટ
ત્રીજો સોમવાર – ૨૩ ઓગસ્ટ
ચોથો સોમવાર – ૩૦ ઓગસ્ટ
પાંચમો સોમવાર – ૬ સપ્ટેમ્બર

Other News : ગુજરાતમાં આ જિલ્લામાં ડેલ્ટા વેરિએન્ટના બે શંકાસ્પદ કેસ નોંધાતા હાહાકાર

Related posts

લો બોલો… ગુજરાતમાં દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યા વધી…

Charotar Sandesh

અમદાવાદ BRTS બસની અડફેટે ૨ યુવાનના મોત : લોકોમાં ભારે રોષ, બસમાં તોડફોડ કરી…

Charotar Sandesh

યુવાધનને પ્રતિબંધિત ઇ-સિગારેટના રવાડે ચઢાવતા ટોબેકો વેપારીની ધરપકડ…

Charotar Sandesh