Charotar Sandesh
ગુજરાત

ઢોર નિયંત્રણ નીતિની આડમાં પશુઓના મોત થતા હશે તો ચલાવી લેવાશે નહીં : હાઇકોર્ટ

હાઇકોર્ટ

અમદાવાદ : રખડતા ઢોરના અને બિસ્માર રસ્તાઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિર્દોષ પશુઓના મૃત્યુ બાબતે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ નડિયાદ અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દા અંગે પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી.

રાજ્યભરમાં રખડતા ઢોર અને બિસ્માર રોડ રસ્તા મામલે થયેલી જાહેર હિતની અરજી પર આજે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. સુનાવણીની શરૂઆત દરમિયાન નિર્દોષ પશુઓના મોત મામલે હાઇકોર્ટ (gujarat highcour દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. જેમાં હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે કે, માણસોના સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી લેવાશે નહીં. આ ઉપરાંત વ્યક્તિઓના હિત અને સ્વાર્થ માટે અબોલ જીવ મરે એ પ્રકારની જે પણ ડિઝાઇન હશે, તે પણ ચલાવી લેવાશે નહીં.

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ કે, જો ઢોર નિયંત્રણ નીતિ ની અમલવારીની આડમાં પશુઓના મોત થતા હશે તે પણ ચલાવી લેવાશે નહીં. ગુજરાત હાઇકોર્ટે (gujarat highcour વધુમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વ્યક્તિઓના સ્વાર્થમાં નિર્દોષ પશુઓના જીવ લેવાની ઘટનામાં ભગવાન પણ આપણને માફ નહીં કરે.

આજની સુનાવણી દરમિયાન પશુ માલિકો દ્વારા ઢોરના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ(gujarat highcourમાં રજૂઆત કરવામાં આવી હતી અને જે બાદ હાઇકોર્ટ આ સમગ્ર મામલે વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. આવતીકાલે હાઇકોર્ટ(gujarat highcourમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

Other News : આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૬,૫૧૨ કેસોનો સુખદ નિકાલ

Related posts

ગુજ૨ાતમાં ૨સાક્સીભ૨ી બની ગયેલી ૨ાજયસભા ચૂંટણીનું મતદાન : છેલ્લી ઘડી સુધીના કાવાદાવા…

Charotar Sandesh

લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાએ ૩૫૫૩૯ મતે મેળવી જીત…

Charotar Sandesh

ગુજરાત હાઇકોર્ટ માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, લોકોની અવરજવર પર પ્રતિબંધ…

Charotar Sandesh