Charotar Sandesh
ગુજરાત

ભાજપ ગરબડ કરે, તો ઈવીએમ તોડી નાખો : કરણી સેનાના આ નેતાએ મોટું નિવેદન આપ્યું

કરણી સેના

રાજ્યમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે મોરચો ખોલનાર કરણી સેનાના નેતા રાજ શેખાવતે ઈવીએમ તોડવા મામલે મોટું નિવેદન આપ્યું છે, ખેડામાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં શેખાવતે કહ્યું કે જો ભાજપ કંઈ ખોટું કરે છે તો તેમણે ઈવીએમ તોડી નાખવું જોઈએ.

ગુજરાતની ૨૫ લોકસભા બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર ગઈકાલે સાંજે ૫ વાગ્યે સમાપ્ત થઈ ગયો છે

ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં જ્ઞાતિ સંમેલન દ્વારા સમર્થન મેળવવાની હરીફાઈ રહી હતી. ગુજરાતમાં ચૂંટણી પર જ્ઞાતિવાદ હાવી થઈ ગયો છે. ગઈકાલે ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાએ રાજકોટમાં ક્ષત્રિય સંમેલન યોજયું હતું. બીજી તરફ રૂપાલાના મુદ્દે ભાજપથી નારાજ ક્ષત્રિય સંકલન સમિતિ પણ ભાજપનો વિરોધ કરી રહી છે. ખેડામાં એક સંમેલનને સંબોધતા ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ ડો.રાજ શેખાવતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ કંઈ ખોટું કરે તો ઈવીએમ તોડી નાખો.

Other News : એપ્લિકેશન KNOW  YOUR CANDIDATE (KYC) દ્વારા નાગરિકો ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ વિશે જાણી શકશે

Related posts

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂતની સૌજ્ન્ય મુલાકાત બેઠક યોજાઇ

Charotar Sandesh

મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાની એન્ટ્રીઃ એક કર્મચારી પોઝિટિવ…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાના આજે નવા ૬૨૭૫ કેસો : જાણો આણંદ-નડીયાદમાં નિયંત્રણો બાદ કેટલા કેસો નોંધાયા

Charotar Sandesh