Charotar Sandesh
ઈન્ડિયા

જો ખેડૂતોની વાત માનવામાં નહીં આવે તો સરકાર ફરીવાર નહીં આવે : સત્યપાલ મલિક

સત્યપાલ મલિક

નવીદિલ્હી : જો ખેડૂતોની વાત નહીં માનવામાં આવે તો સરકાર હવે ફરી નહીં આવે, હું મધ્યસ્થી કરવા તૈયાર છું. જો સરકાર ઇચ્છે તો હું ખેડૂતોને મનાવી લઇશ. આ નિવેદન મેઘાલયના ગર્વનર સત્યપાલ મલિકે આપ્યું છે.

તેઓ વાંરવાર ખેડૂતોની વાત ઉઠાવતા રહ્યા છે. તેમણે કહ્યું છે કે જો ખેડૂતોની વાત નહીં માનવામાં આવે તો હવે સરકાર નહીં આવે. સરકારે તેમની વાત સાંભળવી જોઇએ. તેઓ ૧૦ મહિનાથી આંદોલન કરી રહ્યા છે. હવે સમય વાવણીનો આવ્યો છે અને તેઓ આંદોલન પર છે.

સરકારે તેમની વાત સાંભળીને માનવી જોઇેએ, તેમ સત્યપાલ મલિકે કહ્યું છે

તેમનું કહેવું છે કે જો સરકાર માત્ર એએસપીની ખાતરી આપી દે તો બાકીના ત્રણ કાયદોને લઇને હઠ પર બેસેલા ખેડૂતોને તેઓ મનાવી લેશે. ખેડૂતોને માત્ર એમએસપી પર ગેરન્ટી જોઇએ છે. તેઓ કહી ચૂક્યા છે કે આ બાબતને લઇને તેઓ વડાપ્રધાન અને ગૃપ્રધાન સાથે લડી ચૂક્યા છે. તેમને જો દૂર કરી દેવામાં આવે તો પણ તેઓ ચુપ નહીં રહે.

ઉલ્લેખનીય છે કે સત્યપાલ મલિક ભાજપના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ ઉત્તરપ્રદેશના જાટ નેતા છે. તેઓ ભાજપ માટે જમ્મુ કશ્મીર સહિતના ઘણા ઓપરેશનો પાર પાડી ચૂક્યા છે. તેઓ પણ સુબ્રમહ્યમ સ્વામીની જેમ જ પોતાના વિચારોને મુક્ત રીતે પ્રગટ કરવા માટે જાણીતા છે. હાલમાં ખેડૂતો પર જ્યારે કાચ ચઢાવી દેવાઇ ત્યારે પણ તેમણે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ખેડૂત આંદોલનને લઇને ભાજપના સાસંદ વરૂણ ગાંધી પણ વાંરવાર અવાજ ઉઠાવી ચૂક્યા છે. પરંતુ મોદી સરકાર આ અંગે કોઇ પ્રતિક્રિયા આપતી નથી.

જોકે, વરૂણ ગાંધીને રાષ્ટ્રીય કારોબારીમાંથી દૂર જરૂર કરી દેવાયા હતા. પરંતુ સત્યપાલ મલિકની વાત સરકારે ચુપચાપ સાંભળવી પડે છે.

Other News : કોરોના સામેની લડાઈમાં Vaccinationના આંકડા ચિંતાજનક : ૩૦ ટકા લોકોને જ બંને ડોઝ અપાયા

Related posts

દેશમાં કોરોનાના ૩.૬૬ લાખ નવા કેસ ૩,૭૪૭નાં મોત…

Charotar Sandesh

મોટી સફળતા : DCGIએ ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની રસીને મંજૂરી આપી…

Charotar Sandesh

પત્નિને પરાણે પતિ સાથે રહેવા મજબૂર ના કરી શકાય : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh