Charotar Sandesh
ગુજરાત

મહત્વપૂર્ણ નિણર્ય : નાગરીકો હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકશે

વાહન અને મોબાઈલ ચોરી

Anand : દેશના આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ e-FIRના અમલીકરણના સૂચનને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome. gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં e-FIR ની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે તેમ રાજ્ય સરકારના ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે. e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.

e-FIR સુવિધાની કાર્યપ્રણાલી અંગે યાદીમાં જણાવાયું છે કે, ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહણ કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.

સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી અપલોડ e-FIR કલાકમાં થયાના ૭૨ કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે

જો ૭૨ કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ -FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને કરવામાં આવશે. આમ e-FIR સંદર્ભે પાંચ દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો -FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.આ ઉપરાંત e-FIR અંગે ૧૨૦ કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમિ જણાવવામાં આવ્યું છે.

Other News : આણંદ RTO દ્વારા બેદરકારી દાખવનાર વાહનચાલકો સામે લાલ આંખ : ૬ લોકોના લાયસન્સ રદ્દ કરાયા

Related posts

એપ્રિલની વધતી જતી ગરમીથી લોકો બેહાલ

Charotar Sandesh

સુરતમાં અકસ્માત સર્જનારા ડમ્પરના ડ્રાઈવર-ક્લીનર નશામાં હોવાની પોલીસને આશંકા…

Charotar Sandesh

રાજ્યમાં ૭૦ ટકા પાઠ્‌યપુસ્તકોનું વિતરણ પૂર્ણ, ૩૦ ટકા પુસ્તકો ટૂંક સમયમાં વિતરણ કરાશે…

Charotar Sandesh