Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં હવે ધોરણ ૬ થી ૮ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે મહત્વના સમાચાર

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
  • કોર કમિટીની બેઠક બાદ ધો.૬થી ૮ના વર્ગ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશેે
  • ૯ ઓગસ્ટ સુધી સરકારનાં ૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવશે, એ બાદ કોર કમિટીની બેઠક મળશે
  • ટૂંક સમયમાં ધો. ૯થી ૧૧ના વર્ગો શરૂ થશે

ગાંધીનગર : કોરોના લોકડાઉન-મિની લોકડાઉન બાદ રાજ્યમાં ધોરણ ૧૨ અને કોલેજ બાદ ધોરણ ૯થી ૧૧ના વર્ગ ૨૬ જુલાઈથી ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ટૂંક સમયમાં ધોરણ ૬થી ૮ના વર્ગ શરૂ કરવામાં આવશે.

જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે આજે જણાવ્યું હતું કે તબક્કાવાર રીતે વર્ગ ચાલુ કરવામાં આવશે. આગામી સમયમાં કોર કમિટીની બેઠક મળશે, જે બાદ ધોરણ ૬થી ૮ના વર્ગ શરૂ કરવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવેલ કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણ કાર્યકમમાં શાહીબાગ ખાતેની મ્યુનિસિપલ સ્કૂલના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે ૯ ઓગસ્ટ સુધી સરકારનાં ૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવશે, એ બાદ કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ધોરણ ૬થી ૮ના વર્ગ શરૂ કરવામાં અંગે ચર્ચા કરવામાં આવશે. તબક્કવાર વર્ગ ચાલુ કરવાની વાત હતી એનું અમે પાલન કર્યું છે. ધોરણ ૧૨ અને તે બાદ ૯થી ૧૧ના વર્ગ ચાલુ છે. ત્યારે હવે ટૂંક સમયમાં ૬થી ૮ના વર્ગ ચાલુ કરવામાં આવશે.

You May Also Like : ૧૨૦૦ શિક્ષકોએ પેન્શનના લાભ માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

Related posts

કોરોનાને નાથવા રાજ્યમાં ટાસ્ક ફોર્સની રચના, જેમને કોઈ લક્ષણ નથી તેને ટેસ્ટની જરૂર નથી…

Charotar Sandesh

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ સંપન્ન

Charotar Sandesh

ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા ભયજનક સપાટીથી ૪ ફૂટ ઉપર, ૨૦ ગામોમાં એલર્ટ…

Charotar Sandesh