Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં બંધના એલાનનો ભણકારો ન વાગ્યો, દુકાનો ખુલ્લી રહી

આણંદ જિલ્લા કોંગ્રેસ

આણંદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લાઓમાં ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સહિતની મોંઘવારીને લઈ ગુજરાત બંધનું એલાન કરાયું હતું, પરંતુ અનેક જગ્યાએ બંધના એલાનનો ફિયાસ્કો થયો હતો. ત્યારે આણંદ જિલ્લાના વિદ્યાનગર-ઉમરેઠ-સોજીત્રા સહિત પેટલાદ-બોરસદના વિસ્તારોમાં દુકાનો રાબેતા મુજબ ચાલું રહી હતી.

પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના મત વિસ્તાર આંકલાવમાં બંધ ને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો

બંધના એલાનને પગલે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ સંગઠનના આગેવાનો, પ્રદેશ કોંગ્રેસ સંગઠનના બંધના એલાનને સમર્થન આપવા માટે આણંદ ગ્રીડ ચોકડી તેમજ વિદ્યાનગરના વેપારી મિત્રોને કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપવા અપીલ કરેલ હતી. જોકે, તેનો કોઈ જ પડઘો જણાયો નહોતો.

જે બાદ સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત બનાવાતાં પોલીસે આગેવાન નેતા અને કાર્યકરોની અટકાયત કરેલ હતી.

Other News : ગુજરાતના આ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ : ઠંડા પવનો સાથે વાતાવરણ ખુશનુમા બન્યું

Related posts

શ્રી સંતરામ મંદિર, નડિયાદની મુલાકાત લઇ ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી…

Charotar Sandesh

વતન પહોંચેલા શ્રમિકની વ્યથા : હવે મીઠું ને રોટલી ખાઈશું પણ શહેરમાં નહીં જઈએ…

Charotar Sandesh

૩૦૦ હોમગાર્ડ જવાનો ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા…

Charotar Sandesh