Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

બોરસદ તાલુકામાં મૃત્યુ પામેલ પૈકી ૧૪ પશુઓના માલિકોને રૂા. ર.પર લાખની સહાય ચૂકવવામાં આવી

આણંદ જિલ્લાના Borsad

આણંદ :  તાજેતરમાં આણંદ જિલ્લાના Borsad તાલુકામાં ચાર કલાકમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ ખાબકતા બોરસદ શહેર સહિત તાલુકાના ગામડાઓમાં જનજીવન અસ્તવ્યવસ્ત થવાની સાથે પશુઓના જીવને પણ જોખમ ઉભું થતાં પશુઓના મૃત્યુ થવા પામ્યા હતા.

Borsad શહેર સહિત ભારે વરસાદથી પ્રભાવિત થયેલા ગામડાંઓમાં જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રશાસન દ્વારા યુધ્ધને ધોરણે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી

આ કામગીરી દરમિયાન જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ નુકસાન અંગેની સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરીને અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય બનતી ત્વરાએ ચૂકવવામાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જેના ભાગરૂપે તાજેતરમાં Borsad તાલુકાના ભાદરણીયા અને સીસ્વા ગામમાં મૃત્યુ પામેલ પશુઓ પૈકી એક ભેંસ, એક ગાય અને ૧૨ ગદર્ભ મળી કુલ ૧૪ પશુ મૃત્યુના કિસ્સામાં રૂા. ર,૫૨,૦૦૦/-ની સહાયની ચૂકવણી કરી દેવામાં આવી હોવાનું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જાણવા મળેલ છે.

Other News : આણંદ નજીક એક્સપ્રેસ વે ઉપર કાર-ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ત્રણ યુવકના મોત

Related posts

રથયાત્રા : યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત નીકળતી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આજે સંપન્ન

Charotar Sandesh

આણંદ જિલ્લાના ખેડૂત મિત્ર જોગ : આ બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરાઈ

Charotar Sandesh

વડતાલધામમાં ભગવાન રણછોડરાયજીનો ૧૯૦મો પાટોત્સવ ઉજવાયો : ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા…

Charotar Sandesh