ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રિપાંખિયા જંગની હરિફાઈમાં વધુ એક પક્ષ મેદાનમાં ઉતર્યો છે, જેમાં ડીજી વણઝારા સાથે સંકળાયેલી પાર્ટી ‘પ્રજા વિજય પક્ષ’ તરફથી હવે સંતોને ચૂંટણી લડાવવા માટેની તૈયારી બતાવાઈ છે.
આ બાબતે ટ્વીટ કરી ડીજી વણઝારાએ જણાવેલ કે, ગુજરાતમાંથી ભય-ભ્રષ્ટાચારને નાથવા ‘નિર્ભય પ્રજારાજ’ની સ્થાપના કરવા નવા વિકલ્પ તરીકે ‘પ્રજા વિષય પક્ષ’ની આજે ઘોષણા કરવામાં આવશે
ત્યારે હવે ત્રિપાંખિયા જંગ વચ્ચે ડીજી વણઝારાનો નવો પક્ષ કેટલી ટક્કર આપી શકશે ? તે જોવાનું રહેશે.
Other News : આજે ચંદ્રગ્રહણ : સાંજે ૫.૨૩ થી ૬.૧૯ સુધી ચંદ્રગ્રહણનો સમય, જુઓ શું ન કરવું ?