Charotar Sandesh
ઈન્ડિયા

ધો.૧૦ની પરીક્ષામાં વિદ્યાર્થીએ જવાબ ન આવડતા આ સુપરહિટ સાઉથની હિન્દી ફિલ્મના ડાયલોગ લખ્યા, જુઓ

સુપરહિટ સાઉથની હિન્દી ફિલ્મ

કોલકાતા : દેશમાં ઠેરઠેર શાળાઓમાં પરિક્ષાઓ ચાલી રહી છે, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં અનોખા જવાબો લખી પરીક્ષા આપી રહ્યા છે, જેમાં જ્યારથી અલ્લુ અર્જુન બ્લોકબ્લાસ્ટર ફિલ્મ પુષ્પા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, ત્યારથી મોબાઈલથી લઈ યુવાનો સહિત નાના બાળકોમાં ફિલ્મના ડાયલોગ ગુંજી રહ્યા છે, અને ઈન્સ્ટા સહિત ફેસબુક જેવી એપમાં ફિલ્મના ગીતોની રિલ્સ બની રહી છે.

ત્યારે આ ફિલ્મના ડાયલોગ હવે બોર્ડની પરીક્ષાના ઉત્તરવહીમાં દેખાઈ રહ્યા છે, જેમાં સમગ્ર ઉત્તરવહીમાં એક વિદ્યાર્થીએ મેં ઝુકેગા નહીં, પુષ્પારાજ ના ડાયલોગની જેમ પેપરમાં પુષ્પા રાજ અપુન લખેગા નહીં લખ્યો હતો. તે જવાબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે તરફ બિહારમાં વિદ્યાર્થીઓ સારા માર્ક લાવવા માટે પુરતો પ્રયત્ન કરી રહ્યા છે, દરમ્યાન બિહાર રાજ્યમાં બોર્ડના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પાસ થવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. જેમાં ઉત્તરવહીમાં લખ્યું કે આઈ લવ યુ સર તો કોઈએ પુરેપુરી શાયરીઓ જ લખી નાખી છે જેને લઈ શિક્ષકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

ઉત્તરવહીના પેજ પર “પુષ્પા, પુષ્પા રાજ.. અપુન લખેગા નહી સાલા” લખેલું છે, તે જોઈને શિક્ષક ચોંકી જ ગયા

સાઉથની પુષ્પાનો વધુ પ્રચલિત ડાયલોગ ‘મૈં ઝુકેગા નહીં મોટેથી બોલી રહ્યો છે. હવે રીલથી યુવાના જીવનમાં રીયાલિટી સુધી પહોંચેલી આ મૂવીની અસર ધોરણ ૧૦ની પરીક્ષાની ઉત્તરવહીમાં જોવા મળી છે. થોડા દિવસો પહેલા બીરભૂમ તૃણમૂલ જિલ્લા અધ્યક્ષ અનુબ્રત મંડલ પણ આ સંવાદનું પુનરાવર્તન કરતા સાંભળવામાં આવ્યાહતા. એક વિદ્યાર્થીએ અનુબ્રત મંડળના ખેલા હોબેનો સંવાદ પણ લખ્યો છે, આ બધું જોઈને શિક્ષકો પણ ચોંકી ગયા.

પરીક્ષામાં ઉત્તરવહીમાં “પુષ્પા પુષ્પા રાજ” ડાયલોગ મોટા અક્ષરોમાં લખાયેલું છે, પછી વિદ્યાર્થીએ જે લખ્યું તે જોઈને શિક્ષક ચોંકી જ ગયા, ઉત્તરવહીના પેજ પર “પુષ્પા, પુષ્પા રાજ.. અપુન લખેગા નહી સાલા” લખેલું છે.

નોંધનીય છે કે, સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો ડાયલોગ પુષ્પરાજ ઘણો લોકપ્રિય છે, પરંતુ તેની અસર પરીક્ષાના પુસ્તકમાં પણ જોવા મળશે, જે યોજાઈ રહેલ પરીક્ષાના ઉત્તરવહીમાં જણાઈ આવે છે.

Other News : વિશ્વપ્રખ્યાત અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : ગત વર્ષ કરતાં ૯ ટકાનો વધારો

Related posts

મોટી રાહતના સમાચાર : આજથી બજારમાં મુકાશે કોરોનાની દવા… જાણો, કેટલા દિવસનો હશે કોર્સ…

Charotar Sandesh

કૃષિ કાયદો રદ કરી વડાપ્રધાને વિપક્ષ પાસેથી સૌથી મોટો મુદ્દો છીનવી લીધો

Charotar Sandesh

ઈતિહાસમાં પ્રથમવાર આ વર્ષે કુંભ મેળો ૧ મહિનો જ ચાલશે…

Charotar Sandesh