Charotar Sandesh
ગુજરાત

ગુજરાત વિધાનસભા ચુંટણીના બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થયા, સોમવારે મતદાન

વિધાનસભા ચુંટણી

આણંદ જિલ્લાની ૭ બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થયા, ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચુંટણીના બીજ તબક્કા માટે પ્રચારનો અંતિમ દિવસ હતો, ત્યારે સાંજે પ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થયા છે, ત્યારે હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.

ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી સભાઓ-રેલીઓ યોજી હતી

ગુરૂવારે ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું, ત્યારે વહેલી સવારથી જ મતદાન મથકે લાંબી લાઈનો જોવા મળી હતી, ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ત્યારે બીજા તબક્કામાં હવે ઘણી બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે ઉમેદવારો મતદારોને પોતાની બાજુ ખેંચવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજ્યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે, જેમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો છે, અને કુલ મતદારોમાં પુરુષ ૨,૫૩,૩૬,૬૧૦ અને સ્ત્રીઓ ૨,૩૭,૫૧,૭૩૮ નોંધાયા છે, જ્યારે ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો અને ૧૪૧૭ જેટલા ટ્રાન્સજેન્ડરોનો સમાવેશ થયો છે.

Other News : બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો : સરકાર બની તો આ સમાજના મુખ્યમંત્રી હશે

Related posts

મિશન વેક્સિન : વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ઝાયડ્‌સ પ્લાન્ટની મુલાકાત લીધી…

Charotar Sandesh

પોલીસની જીપ પર બેસી યુવકે બનાવેલ ટિકટોક વીડિયો થયો વાયરલ… તપાસના આદેશ

Charotar Sandesh

સુરતમાં ગ્રીષ્માના પરિવારજનોને મળ્યા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ : કહ્યું હત્યારાને ઝડપથી સજા મળે તેવા પ્રયાસ કરાશે

Charotar Sandesh