Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના આ શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ, થિયેટર પરથી પોસ્ટર ઉતારી લીધા

હિન્દુ સંગઠનો

સુરત : વિવાદ ઉભો કરી રહેલ આગામી ફિલ્મ Pathanને લઈ ઘણા સંગઠનો મેદાનમાં આવ્યા છે, ત્યારે સુરતના કામરેજમાં હિન્દુ સંગઠનો દ્વારા Pathan Filmનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. થિયેટર પર લાગેલ પઠાણ ફિલ્મના પોસ્ટર ઉતારી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ભારતમાં હિન્દુ સંગઠનો દ્વારા Pathan Film નો વિરોધ કરવામાં આવી રહ્યો છે, આવેદન પત્ર, પૂતળાં દહન સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે રવિવારના રોજ Kamrej તાલુકામા પણ હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.

૧૫૦ જેટલા હિન્દુ સંગઠનના કાર્યકરો Kamrej ગામે આવેલ રાજહંસ સિનેમા ખાતે પહોંચ્યા હતા અને સિનેમા પર લાગેલા Pathan Filmના પોસ્ટરો ઉતારી લીધા હતા ફાડી નાખ્યાં હતાં તેમજ ઉગ્ર વિરોધ નોંધાવી જય શ્રી રામના નારા લગાવ્યા હતા

Other News : આ વખતે ઉતરાયણમાં પતંગ-દોરીની રંગત મોંઘી પડશે ! જુઓ વિગત

Related posts

કોરોનાકાળમાં ૪ મહિના બાદ ગુજરાતભરની કોર્ટમાં મેન્યુઅલી ફાઈલિંગ શરૂ થયું…

Charotar Sandesh

રાજ્ય સરકારની યોજના અંગે ધારાસભ્યને પણ ખબર નથી તો લોકોની તો વાત ક્યાં કરવી ?!

Charotar Sandesh

૪૦ જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે

Charotar Sandesh