Charotar Sandesh
ગુજરાત

વાયરલ કન્ઝટિવાઈટિસના કેસોમાં વધારો : આંખ આવે, લાલાશ થાય તો આરોગ્ય વિભાગે આપી આ સલાહ

આંખ આવે

રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં આંખો આવવાના (eye infection) એટલે કે વાઈરલ કન્ઝટિવાઈટિસના કેસો સામે આવ્યા છે, જેને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ જિલ્લા Hospital, જિલ્લા કક્ષાની Hospital તેમજ મેડિકલ કોલેજ-Hospital ખાતે સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી છે, સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું કે, આંખમાં લાલાશ, દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ.

આરોગ્ય વિભાગની સલાહ : આંખ આવે, લાલાશ થાય તો Medical Store પરથી ટીપાં લઈને નાખવા નહીં

ગભરાવાની જરૂર નથી પણ યોગ્ય સારવાર, સાવચેતી રાખવી જરૂરી છે, આંખો આવે (eye infection) તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં, દવા નાખવી નહિ

ચેપ ધરાવતા દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ- ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.

આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે, આંખો આવે, લાલ થાય. દુખે તેવી સ્થિતિમાં સૌથી મહત્ત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે, પોતાના હાથ અને મોં ચોખ્ખા રાખવા, સાબુથી સમયાંતરે હાય અને મોં ધોવા, Hotel, Hostel, મેળાવડા, થિયેટર, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, Mall વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ અવર-જવર ટાળવી જોઇએ. આંખોમાં લાલાશ દેખાય, દુખાવો થાય કે ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઈ સારવાર કરાવવી. જાતે ડોક્ટરની સલાહ વિના Medical Storeમાંથી આંખના ટીપા (eye drops) લઈને નાખવા નહિ.

ડોક્ટરે દર્શાવેલા ટીપા નાખતા પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે. પરિવારના કોઈ સભ્યને અસર થઈ હોય તો પોતાનો હાય રૂમાલ, નાહવાનો ટુવાલ, વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી.

Other News : તથ્ય પટેલે પૂરઝડપે કાર ચલાવીને કર્યો હતો અકસ્માત : જેગુઆરની સ્પીડ અંગે FSL રિપોર્ટ જાહેર, જુઓ

Related posts

તહેવાર નજીક આવતા ખાનગી બસોના ભાડા બેથી ત્રણ ગણા વધ્યા…

Charotar Sandesh

વડોદરામાં બે દિવસમાં પાણીપુરીના ૧૯૦ વિક્રેતાને ત્યાં ફૂડ વિભાગના દરોડા

Charotar Sandesh

કોરોના કેર વચ્ચે મ્યુકરમાઇકોસિસના ૫૦૦થી વધુ કે સ : તંત્રમાં ફફડાટ ફેલાયો…

Charotar Sandesh