રાજકોટ : રાજકોટમાં ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં છે.
સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૫ અને કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા ૨૫ નો વધારો થયો છે. કાચા માલની અછતના કારણે ભાવ વધ્યાનું કારણ સામે આવ્યું છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૪૦૦ થી ૨૪૫૦ રૂપિયા થયા છે. તો કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ ૨૩૦૦ ને પાર પહોંચ્યો છે. પહેલીવાર કપાસિયા તેલનો ડબ્બો ૨૩૦૦ ને પાર પહોંચ્યો છે.
આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે, ત્યારે આ ભાવવધારો ગૃહિણીઓના બજેટને બગાડી દેશે. સતત પંદર દિવસથી ઘટાડા બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.
Other News : પત્નિ કહ્યામાં નથી, કોઇ લેવડ-દેવડ ના કરવી : ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસ બહાર પાડી