Charotar Sandesh
બોલિવૂડ

KGF ચેપ્ટર-૨ના ટીઝરે બનાવ્યો નવો રેકોર્ડ, યૂટ્યુબ પર વ્યૂઝ ૨૦૦ મિલિયનને પાર

કેજીએફ

મુંબઈ : સાઉથ સિનેમાના સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૧ એ ભારતીય સિનેમામાં ખૂબ ધમાલ મચાવી હતી. આ ફિલ્મનો પહેલો પાર્ટ હતો, જેને દર્શકોથી ખૂબ પ્રેમ મળ્યો હતો. હવે દર્શકોની વચ્ચે કેજીએફ ચેપ્ટર ૨ સતત ચર્ચામાં છે. ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલએ તેની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી, જે મુજબ ફિલ્મ ૧૬ જુલાઈ, ૨૦૨૧ના રોજ સિનેમાઘરોમાં રિલીજ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે અન્ય ફિલ્મોની જેમ જ તેની રિલીઝ ડેટ પણ આગળ ઠેલાતી ગઈ છે. હાલમાં મેકર્સ તરફથી ફિલ્મની આગામી રિલીઝ ડેટની જાહેરાત નથી કરવામાં આવી.

ફિલ્મ ભલે રિલીઝ ન થઈ હોય, પરંતુ તેનું ટીઝરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જાન્યુઆરી ૨૦૨૧માં રિલીઝ થયેલા કેજીએફ ચેપ્ટર ૨નું ટ્રેલર હજુ પણ ખૂબ જોવામાં આવી રહ્યું છે. જેમાં એક્ટર યશની સાથે સંજય દત્ત, રવીના ટંડન અને શ્રીનિધિ શેટ્ટીની ઝલક જોવા મળી રહી છે. સતત મળી રહેલા વ્યૂઝના કારણે મૂવીના ટીઝરે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે.

આ ઉપરાંત, ફિલ્મના ટીઝરને ૮.૪ મિલિયન લાઇક્સ પણ મળી છે અને એક બિલિયનથી વધુ ઇપ્રેશન્સ મળી છે. સાઉથ ઈન્ડિયન સિનેમાની કેટલીક ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવી છે. જે પૈકી એક કેજીએફ છે. કેજીએફ ચેપ્ટર ૧ ડિસેમ્બર ૨૦૧૮માં રિલીઝ થઈ હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. એવામાં દર્શક કેજીએફ ચેપ્ટર ૨ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોરોનાના કારણે દર્શકોનો ઇંતજાર વધી રહ્યો છે.

કેજીએફ ચેપ્ટર-૨ની ટીઝર રિલીઝ થવાના ૨૪ કલાકની અંદર જ હિટ થઈ ગયું હતું.

આ ફિલ્મના ટીઝરને ૨૪ કલાક પહેલા જ ૬ કરોડ વાર જોવામાં આવ્યું હતું. ૨૪ કલાકથી પહેલા તેને ૩૭ લાખ લોકોએ યૂટ્યુબ પર લાઇક્સ પણ મળી હતી. યશના ફેન્સની દિવાનગીને જોતા તેના બર્થડે પહેલાની સાંજે એટલે કે ૭ જાન્યઆરીની રાત્રે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

Other News : સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ’થેન્ક ગોડ’માં એક વહેમીલા પતિના રોલમાં દેખાશે

Related posts

કરીના કપૂરની પાર્ટીમાં ઈબ્રાહિમ- કરિશ્મા- સોહા જોવા મળ્યા, ક્રિસમસની કરી ઉજવણી…

Charotar Sandesh

ગર્ભવતી એમી જેક્સને બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

Charotar Sandesh

શાહરુખ વર્ષે બોડિગાર્ડ રવિસિંહને ૨.૭ કરોડ રૂપિયા પગાર ચૂકવે છે

Charotar Sandesh