Charotar Sandesh
ગુજરાત રાજકારણ

સુરતમાં બિનહરીફ જીતી ગયા મુકેશ દલાલ : ભાજપે લોકસભામાં જીતનું ખાતું ખોલ્યું, જુઓ વિગત

સુરતમાં બિનહરીફ

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઈતિહાસ રચ્ચો છે
આ લોકશાહીની હત્યા છે : કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈ
અગાઉ કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રવિવારે રદ્દ થયું હતું

સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. આવુ પહેલીવાર થયુ છે કે કોઈ ઉમેદવાર ચૂંટણી પહેલા જીતી ગયા હોય. સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ રચાયો છે. સુરત લોકસભા બેઠક બિન હરીફ થઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે.

સુરતમાં શનિવારથી હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બંધ થવાનું નામ નથી લઈ રહ્યો તેવામાં આજે ભાજપે સુરત બેઠકને બિનહરિફ કરવા માટે એટીચોટીનું જોર લગાવ્યું હતું, ત્યારે ભાજપ અપક્ષ સહિતની નાની પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવામાં સફળ રહ્યું હતું.
પરંતુ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને હજુ સુધી મનાવી શકી નહોતી, ત્યારે બપોરે બે વાગ્યે પ્યારેલાલ ભૂગર્ભમાંથી બહાર આવ્યા હતા, અને સેવા સદનના પાછલા દરવાજેથી અંદર ગયા અને ફોર્મ પરત ખેચ્યું હતું.

Other News : વડતાલધામમાં વંદુપદરચનાના દ્વિશતાબ્દી પર્વએ ૨૨ હજાર સમૂહપાઠ થયા

Related posts

બાપુને હટાવી બોસ્કીને પ્રદેશ પ્રમુખ બનાવતા એન.સી.પી.માં વિરોધનો જ્વાળામુખી…

Charotar Sandesh

રાજ્યમાં વધુ ૧૦ કેસો પોઝિટિવ આવતા કુલ કેસોની સંખ્યા ૧૦૫ : અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યુ…

Charotar Sandesh

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા થશે શરૂ…

Charotar Sandesh