Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સ રેકેટ : છેલ્લા પ મહિનામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

ડ્રગ્સ રેકેટ

સુરત : છેલ્લા ૫ મહિનામાં ૨૪,૮૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. તો ૨૧ એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી ૧૫૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ૧૭ જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાંથી રૂપિયા ૩,૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ૨૧ સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી ૧૫૦ કરોડનું અને બાદમાં મુંદ્રાના અદાણી પોર્ટ પરથી ૨૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.

ગ્રામ્ય વિસ્તારોને પણ આ રેકેટ ખોખલું બનાવી રહ્યું છે. ગામડાંમાં ગાંજો અને અફીણ આસાનીથી મળી રહે છે. ત્યારે મહાનગરો, નાના શહેરોમાં MD, NCB, બ્રાઉનશુગર, મલાણા ક્રીમ, કોકેનનું વેચાણ થઇ રહ્યું છે.

માહિતી પ્રમાણે ગાંજો, ચરસ અને અફીણ વેચતા પેડલરોની સંખ્યા ૧૦ હજારથી પણ વધુ છે, તો હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ વેચતા પેડલરોની સંખ્યા ઓછામાં ઓછી ૧૦૦૦ જણાવવામાં આવી રહી છે. એ પણ જણાવી દઈએ કે ગાંજાના પેડલરો રોજ ૨૦ ગ્રાહકોને ૧૦૦ થી ૨૦૦ ના ભાવે પડીકી વેચે છે. ઉપરાંત હાઇ પ્રોફાઇલ ડ્રગ્સના પેડલરો રોજ ૨૦ ગ્રાહકોને ૨૫૦૦ ના ભાવે ડ્રગ્સ વેચે છે.

રાજ્યમાં રોજનું ૮ કરોડ એટલે કે મહિને ૧૪૦ કરોડનું ડ્રગ્સ વેચાતું હોવાની આશંકા છે

ગુજરાતમાં ડ્રગ્સ રેકેટ પર ગૃહવિભાગનું હલ્લાબોલ જોવા મળી રહ્યું છે. ડ્રગ્સ રેકેટ ચલાવનારા સામે ગૃહ રાજ્યમંત્રીએ લાલ આંખ કરી છે. તો મળેલી માહિતી પ્રમાણે છેલ્લા ૧ મહિનામાં ૫થી વધુ સફળ રેડ કરવામાં આવી છે. જેમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. ગૃહ રાજ્યમંત્રીનો ચાર્જ સંભળ્યા બાદ હર્ષ સંઘવીની પ્રાથમિકતા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવાની રહી છે. તેઓએ આ વિશે એક કાર્યક્રમમાં પણ વાત કરી હતી. અને ગુજરાતના યુવાનોને ડ્રગ્સથી દુર રહેવાની સલાહ પણ આપી હતી.

તો તમને જણાવી દઈએ કે છેલ્લા ૩૬થી ૩૭ કલાકમાં ડ્રગ્સ પર હલ્લાબોલ જામ્યો છે. અલગ અલગ રેડ અને બાતમીના આધારે કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારે જ દેવભૂમિદ્વારકામાં ૩૫૨ કરોડનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. તપ છોટાઉદેપુરમાં ગાંજાની ખેતીનો પરદાફાસ થયો છે.

Other News : દ્વારકાના ખંભાળિયા નજીકથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : NIAએ તપાસ શરૂ કરી

Related posts

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ : આજે રેકોર્ડબ્રેક ૩૧૬૦ નવા કેસો : આણંદ જિલ્લામાં વધુ ૨૫ કેસો…

Charotar Sandesh

ભાજપ અમારા કોર્પોરેટરોને લાલચ આપી તોડવાનો કરી રહ્યો છે પ્રયાસ : આપ

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્વે ભાજપમાં દબાણનું રાજકારણ…

Charotar Sandesh