Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સાંસદ મિતેશભાઈ પટેલની રજુઆત બાદ આણંદ-ખંભાત વચ્ચે મેમુના રૂટ વધારાયા

આણંદ-ખંભાત મેમુ (anand-khambhat memu)

આણંદ-ખંભાત વચ્ચે દોડતી મેમુના મુસાફરો માટે રાહતના સમાચાર : સાંસદ મિતેશ પટેલે કરી રજુઆત

આણંદ : ખંભાત (khambhat)થી આણંદ (anand) દરરોજ મુસાફરી કરતા શ્રમિકો તથા રાહદારીઓ માટે રાહતના સમાચાર છે, જેમાં કોરોના મહામારી બાદ મેમુ ટ્રેન (memu train) નું શિડ્યુલ દિવસમાં બે વખત કરવામાં આવ્યું હતું અને આ કારણોસર ઘણા મુસાફરોને અવગડતાનો સામનો કરવો પડતો હતો.

જે બાદ સાંસદ મિતેશભાઈ પટેલે મુસાફરોની રજૂઆતને ધ્યાનમાં લઈ વડોદરા રેલવે વિભાગના મેનેજર સાથે ચર્ચા કરી હતી અને તાકીદે નિરાકરણ લાવવા તેમજ કોરોના પહેલા દિવસમાં આઠ વખત ટ્રેન ચલાવવામાં આવતી હતી તે જ રીતે ફરીથી ટ્રેનને પુનઃ ચાલુ કરવા જણાવેલ. જે રજુઆતને રેલવે વિભાગે ધ્યાને લેતાં આણંદ-ખંભાત મેમુ (anand-khambhat memu)ને વધારવામાં આવી છે અને પહેલાની જેમ જ પુનઃ ચલાવવા માટે નિર્દેશ કરાયો છે.

જેથી જલ્દીથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા બદલ ખંભાતવાસી મુસાફરોએ સાંસદ મિતેશભાઈ પટેલનો આભાર માન્યો હતો.

Other News : આણંદ અમૂલ ડેરી ખાતે ૭ દિવસનો વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમ યોજાયો

Related posts

રાજ્ય શિક્ષક સંઘ દ્વારા “કાયઝાલા” એપ નો બહિષ્કાર કરવા આદેશ…

Charotar Sandesh

આણંદ ગ્રામ્ય પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી ૭.૧૧ લાખનો વિદેશી દારૂના ઝડપી લીધો…

Charotar Sandesh

વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા એકનું મોત, ૨ ઈજાગ્રસ્ત…

Charotar Sandesh