Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

MGVCLની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ સામાન્ય વરસાદમાં જ ખુલી : વીજળી ગૂલ થયાની ફરિયાદો થઈ

આણંદ એમજીવીસીએલ

આણંદ : સોમવારે રાત્રીના સમયે સામાન્ય વરસાદી ઝાપટા વરસ્યા હતા, ત્યારે બીજી આણંદ-વિદ્યાનગરના ઘણા વિસ્તારોમાં વીજ લાઈન ૪-૫ કલાક સુધી બંધ થઈ જવા પામેલ હતી, જેમાં ટાઉનહોલ રોડ ઉપર વીજ ખામી સર્જાતા રાત્રે ૬ જેટલા કલાક સુધી વીજળી વગર આસપાસના રહીશો હેરાન-પરેશાન થયા હતા, મળતી માહિતી મુજબ એમજીવીસીએલને સોમવારે રાત્રી દરમ્યાન લગભગ ૭૦ જેટલી ફરિયાદો મળી હતી.

એમજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતા

વધુમાં આણંદ એમજીવીસીએલ દ્વારા થોડા દિવસ અગાઉ ટાઉન હોલ વિસ્તારમાં વીજ બંધ કરી પ્રિ-કામગીરી હેઠળ સમારકામ હાથ ધરવામાં આવેલ, તેમ છતાં ગત સોમવારે રાત્રે સામાન્ય વરસાદ વરસતાં જ વિજળી ડૂલ થઈ ગયેલ, જેમાં વિદ્યાનગર રોડ, અક્ષર ફાર્મ રોડ, ટાઉનહોલ રોડ સહિતના વિસ્તારોમાં લાઈટો જતાં સ્થાનિકો બફારાથી હેરાન હેરાન થઈ ગયેલ.

આમ આણંદ જિલ્લા કલેક્ટરે બેઠકમાં લાઈટો ડૂલ ન થાય તે માટે એમજીવીસીએલને સુચના આપેલ હતી, છતાં સામાન્ય વરસાદમાં લાઈટો જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળેલ હતો.

Other News : મહારાષ્ટ્રના રાજ્યપાલ કોરોના પોઝીટીવ : એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યોને લઈ રાજ્યપાલને મળવાના હતા

Related posts

આણંદ નજીક અડાસથી સુદણને જોડતા માર્ગ ઉબડખાબડ : માર્ગ વિકાસની વાતો માત્ર કાગળ ઉપર !

Charotar Sandesh

વિવાદિત હોટલ Blue ivyને હાઈકોર્ટના આદેશ બાદ અવકુડા અને પાલિકાની ટીમ દ્વારા સીલ કરાઈ

Charotar Sandesh

નડીઆદ નજીક અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે પર બસમાં અચાનક આગઃ ૨૮ મુસાફરોનો બચાવ…

Charotar Sandesh