Charotar Sandesh
ગુજરાત

લો-પ્રેશરને કારણે રાજ્યમાં ફરી સક્રિય થશે ચોમાસું, આ વિસ્તારમાં પડશે વરસાદ

રાજ્યમાં વરસાદ

અમદાવાદ : રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવાનું છે. જન્માષ્ટમીથી રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ૩૦ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

મહત્વનું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો-પ્રેશરને કારણે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી વરસાદની શક્યતાઓ છે. સપ્ટેમ્બરમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવનો છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે

રાજ્યમાં આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ૩૦ ઓગસ્ટે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે. તો પ્રથમ સપ્ટેમ્બરે નર્મદા, ભાવનગર, ભરૂચ, તાપી, રાજકોટ અને સોમનાથમાં વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી ૪૫ ટકાથી વધુ વરસાદની ઘટ છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ ૪૨ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદી ઝાપટાથી લઈને ૧થી ૩ ઇંચ વરસાદની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વલસાદ, નવસારી, સુરત અને ડાંગમાં સારા વરસાદની આશા છે. તો તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં છે.

Other News : રાજ્યમાં ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીની ધૂમ : દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો

Related posts

૨૧ તાલુકામાં ૪થી ૧૨ ઇંચ વરસાદ, એનડીઆરએફની ૧૫ ટીમો તૈનાત…

Charotar Sandesh

લોકસભાના પરિણામો બાદ રૂપાણી, પટેલ, વાઘાણીની વિદાય નિશ્ચિત..!?

Charotar Sandesh

લોકડાઉનથી અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવક ઘટી, લીંબુ-આદુ મોંઘા થયા…

Charotar Sandesh