Charotar Sandesh
વર્લ્ડ

અફઘાનીસ્તાનમાં દેખાયો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની, અમેરિકાએ જાહેર કર્યુ હતું ૩૫ કરોડનુ ઈનામ

અફઘાનિસ્તાન તાલિબાની

કાબૂલ : અમેરિકાએ જેના પર ૫ મિલિયન ડૉલર એટલે કે લગભગ ૩૫ કરોડ ૧૫ લાખ રૂપિયાનુ ઈનામ જાહેર કર્યુ છે એ મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની કાબુલના રસ્તા પર ખુલ્લેઆમ ફરતો જોવા મળી રહ્યો છે. આજે સવારે હક્કાનીએ કાબુલની પુલ-એ-ખિશ્તી મસ્જિદમાં લોકોને તાલિબાન પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા. આ દરમિયાન લગભગ ૧૦૦ લોકો મસ્જિદમાં હાજર રહ્યા.

શપથ બાદ આતંકી ખલીલ હક્કાનીએ કહ્યુ કે અફઘાનિસ્તાનની સુરક્ષા જ અમારી પ્રાથમિકતા છે

એક રિપોર્ટ અનુસાર આતંકી હક્કાનીએ કહ્યુ કે સુરક્ષા વિના જીંદગી ચાલશે નહીં. ખલીલ હક્કાનીએ કહ્યુ કે અમે સુરક્ષા આપીશુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે અફઘાનિસ્તાનના લોકોના વેપાર અને શિક્ષણ માટે પણ અમે લોકો કામ કરીશુ. મહિલાઓ અને પુરૂષોમાં ભેદભાવ કરાશે નહીં. જ્યારથી અફઘાનિસ્તાન પર આતંકી સંગઠન તાલિબાનનો કબ્જો થયો છે ત્યારથી ત્યાંના રસ્તા પર આતંકીઓ ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. કાબુલમાં આતંકી રસ્તા પર હથિયાર લહેરાવી રહ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે. તાલિબાની આતંકી છેલ્લા કેટલાક સમયમાં અમેરિકી સૈનિકોની મદદ કરનારને શોધી રહ્યા છે.

Related News : પાકિસ્તાન-કચ્છ-જામનગર માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા તાલિબાનોનું કાવતરું : આઈએસઆઈ

Related posts

ભારત-રશિયા વચ્ચે જમીન, સ્પેસ, એનર્જી સહિત ૧૫ કરાર પર હસ્તાક્ષર…

Charotar Sandesh

કોરોના સંકટ : આંતરરાષ્ટ્રીય પ્રવાસનમાં ૮૦ ટકાનો ઘટાડો…

Charotar Sandesh

Russia યુક્રેન પર આક્રમણ કરશે તો ભારત અમને સમર્થન આપશે : USA

Charotar Sandesh