Charotar Sandesh
ગુજરાત

ડમી શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકના નામ માત્ર કાગળ પર જ ! : શિક્ષણ વિભાગે સરપ્રાઈઝ ચેકિંગનો આપ્યો આ આદેશ

ડમી શાળાઓમાં

હવે ડીઈઓ કરશે સરપ્રાઈઝ ચેકીંગ : ગુજરાતની ડમી શાળાઓમાં ફફડાટ !

અમદાવાદ : ગુજરાતમાં મોટા શહેરોમાં શાળાઓનો રાફડો ફાટ્યો હોય તેમ દરેક જગ્યાએ સ્કૂલો શરૂ થઈ છે, ત્યારે આ સ્કૂલો કાયદેસર છે ડમી તે અંગે શિક્ષણ વિભાગે (Education Department) તપાસના આદેશ આપ્યા છે, જેમાં ડમી સ્કૂલોની તપાસ કરવા શિક્ષણ બોર્ડના સભ્યોએ જ અગાઉ માંગ કરી હતી, જેની કાર્યવાહીમાં મોટા સમાચાર સામે આવ્યા છે.

શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ડમી શાળાઓ અંગે તપાસ કરવા આદેશ આપેલ છે, ડમી શાળાઓની તપાસ કરવા તમામ શિક્ષણ નિરીક્ષક તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષકને અમદાવાદ શહેર DEO એ આદેશ આપેલ છે.

રાજ્યમાં સરકારી, ખાનગી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી કેટલીક શાળાઓમાં કાર્યના કલાકો દરમિયાન વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવાનું ધ્યાને આવતા આદેશ કરાયો હોવાનું જણાઈ રહેલ છે. શાળાઓની સરપ્રાઈઝ ચેકિંગ અને બાકી શાળાઓમાં તબક્કાવાર તપાસ કરવા સૂચના અપાઈ છે.

વધુમાં ગુજરાતની ડમી સ્કૂલોની તપાસ કરવા Education Board ના સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને Education Ministerને પત્ર લખેલ હતો, જેમાં ડમી Schools બંધ કરી તપાસ કરવાની માંગ કરાઈ હતી. ડમી શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકના નામ માત્ર ઓન પેપર જ હોય છે, જેેને લઈ ઉત્તરવહી ચકાસણીમાં પણ આવા શિક્ષકો ન આવતા હોવાની રજૂઆત કરવામાં આવી છે, આ ડમી Schools ને લીધે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે.

Other News : આણંદ : નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

Related posts

મે મહિનામાં લોકડાઉન થોડી ઢીલ સાથે યથાવત રહેવાની શક્યતા…

Charotar Sandesh

કેન્દ્રના મોડેલ ભાડુઆત કાયદાના આધારે રૂપાણી સરકાર પણ લાગુ કરશે નવો ભાડુઆત કાયદો

Charotar Sandesh

સ્કુલોમાં ૨૫ ટકા ફી માફી ન અપાતા શિક્ષણમંત્રીના ફોટો પર નકલી નોટોનો હાર પહેરાવી રેલી કાઢી

Charotar Sandesh